સાવજની સળી કરવા માટે ગયો આ ભાઈ અને પછી ગુસ્સે ભરાયેલા જંગલના રાજાએ જે કર્યું તે જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે… જુઓ વીડિયો
Lion attacking a man :ઘણા લોકો પ્રાણીઓને જોવા માટે જંગલ સફારીમાં અને પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે આ દરમિયાન પ્રાણીઓને ચીડવતા હોય છે, તેમની સાથે એવી હરક્તો કરતા હોય છે જેના કારણે તેમને પણ ગુસ્સો આવી જાય. આવા ઘણા વીડિયો તમે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે.
ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સિંહ સાથે એક ભાઈને મસ્તી કરવી ભારે પડી ગઈ. કારણ કે સિંહને ગુસ્સો આવી ગયો અને પછી તે ભાઈની એવી હાલત થઇ કે વીડિયો વાયરલ થઇ ગયો. આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની હજુ કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ હાલ આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ભાઈ સિંહના પાંજરામાં જાય છે અને સિંહ સાથે મસ્તી કરવા લાગે છે. આ વાત સિંહને જરા પણ પસંદ નથી આવતી અને સિંહ એ વ્યક્તિ પર હુમલો કરવાનું શરૂ કરે છે, તે વ્યક્તિ પણ પોતાને બચાવવાના પ્રયત્નો કરતો જોવા મળે છે.
View this post on Instagram
ત્યારે જ ત્યાં ઉભેલો અન્ય એક વ્યક્તિ સિંહને દૂર કરવામાં મદદ કરે છે. આ વીડિયોમાં આગળ શું થયું તેના વિશેની કોઈ માહિતી હજુ મળી નથી. વીડિયો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. ત્યારે આ વીડિયોને જોઈને હવે લોકો પણ કોમેન્ટ કરવા માટે મજબુર બન્યા છે. ઘણા લોકો આ વક્તિને સિંહની મસ્તી કરવા પર ગુસ્સો પણ વ્યક્ત કરી રહ્યા છે.