Video: સિંહથી જીવ બચાવવા ભેંસ પડી નદીમાં ત્યાં જ આવી ગયો મગરમચ્છ, પછી જામ્યો જંગ

આપણે કહેવાય છે કે ક્યારેય મોતને ટાળી શકાતું નથી. જે સમયે તમારી મોત લખ્યું હોય તે સમયે થાય છે. પછી ભલે તમે ગમે તેટલા ધમપછાડા કરો. અમે આજે જે ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ કઈંક આવું જ બન્યું છે.

એક ભેંસ સિંહ અને મગર વચ્ચે ફસાઈ જાય છે. પોતાનો જીવ બચાવવા એડીચોટીનું જોર લગાવી દેશે. હાલમાં આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. બન્યું એવુ કે એક ભેંસ પાછળ સિંહનું ટોળું પડે છે ત્યારે તે ભેંસ સિંહથી બચવા માટે નદીમાં છલાંગ લગાવી દેશે.

પંરતુ પેલી કહેલત છે એક બાજુ કુવો ને બીજી બાજુ ખાઈ, બસ આવું જ કઈંક આ ભેંસ સાથે પણ થયું. જ્યારે તે સિંહથી પોતાનો જીવ બચાવવા પાણીમાં પડી ત્યારે મગરમચ્છ જાણે તેની જ રાહ જોઈને બેઠો હોય તેમ તેના પર તુટી પડ્યો. આ પછી ભેંસ અને મગરમચ્છ વચ્ચે લાંબો સંઘર્ષ થાય છે. મગરમચ્છ તેને પાણીમાં ખેંચવાનો પ્રયાસ કરે છે જ્યારે ભેંસ ફરી કિનારે ભાગવા લાગે છે.

ભેંસ ગમે તેમ કરીને મગરમચ્છને હાથ તાળી આપી દેશે. ભેંસ પુરી તાકાતથી મગરમચ્છના જડબામાંથી પોતાને છોડાવે છે અને ફરી કિનારે પહોંચી જાય છે. પરંતુ ભેંસની કિસ્મત ક્યાં એટલી સારી હતી કે તેને શાંતિ મળે. જેવી તે કિનારે પહોંચે છે સિંહનું ટોળું પણ ત્યા પહોંચી જાય છે. આમ ભેંસની બન્ને બાજુ મોત ભમવા લાગે છે. આ બાજુ નદીમાં ખુંખાર મગરમચ્છ તો બીજી બાજુ સિંહનું ટોળું. જો આ પછી સિંહથી ભેંસ બચી જાય છે કે પછી તે સિંહનો શિકાર બને છે તે વીડિયોમાં બતાવવામાં નથી આવ્યું. પરંતુ ભેંસના આ સંઘર્ષનો વિડિયો હાલ ખુબ ધૂમ મચાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by طبیعت (@nature27_12)

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ‘nature27_12’ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો 22 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. ભેંસે પોતાનો જીવ બચાવવા માટે જે પ્રતિકાર કર્યો તેના વિશે લોકો ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે.

YC