પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 સુધી નિર્ધાારિત કરવામાં આવી છે. જો 31 માર્ચ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક ના કરાવ્યુ તો તમારુ પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને આ માટે પેનલ્ટી પણ આપવી પડશે.
સરકાર દ્વારા બનાવવામાં આવેલા પ્રાવધાન અનુસાર, પાનને આધાર સાથે લિંક નહિ કરવા પર લગાવવામાં આવેલી પેનલ્ટી સરકાર દ્વારા નક્કી થવાની હતી. આ પેનલ્ટી 1000 રૂપિયાથી વધુ નહિ હોય. હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે.

મંગળવારે લોકસભા દ્વારા પારિત વિત્ત વિધેયક 2021માં સરકારે એક સંશોધન પેશ કર્યુ હતુ જે અંતર્ગત કોઇ વ્યક્તિએ આધાર સાથે પાન કાર્ડને લિંક નહિ કરાવ્યુ હોય તો 1 હજાર રૂપિયા સુધી પેનલ્ટી ભરવી પડી શકે છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ CBDTએ એલાન કર્યુ છે કે બધા ભારતીય નાગરિકોએ સમય પર પાન અને આધાર કાર્ડ લિંક કરાવવુ પડશે. આવું ન કરનાર નાગરિક પાન કાર્ડનો ઉપયોગ કરવામાં સફળ નહિ થાય. આ સાથે જ બેંક ખાતુ ખોલવુ કે સરકારી પેન્શન, છાત્રવૃત્તિ, એલપીજી સબસીડી વગેરેનો લાભ નહિ મેળવી શકે.

ઉલ્લેખનીય છે કે, બજેટ પ્રસ્તાવ 1 એપ્રિલથી પ્રભાવી થઇ જશે. સરકાર પાન અને આધારને લિંક કરવાની તારીખ 31 માર્ચથી વધુ આગળ નહિ વધારે. તેમજ આવું ન કરવા પર 1000 રૂપિયા સુધીની પેનલ્ટી દેવી પડી શકે છે.
જો તમે ઓનલાઇન પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો તો તમારે www.incometaxindiaefiling.gov.in ની વેબસાઇટ પર જવું પડશે અને તે બાદ તમારે ડાબી બાજુમાં આધાર લિંકનુ ઓપસન મળશે. તમારા પાનને આધાર સાથે લિંક કરવા તે ઓપશન પર ક્લિક કરો. તે બાદ તમને એક ફોર્મ મળશે, જયાં તમારે તમારો પાન નંબર અને આધાર નંબર નાખવો પડશે. આધાર કાર્ડ પર લખેલુ તમારુ નામ ભરો અને સાથે ફોર્મમાં માંગેલી કેટલીક વિગત ભરો. બધી જરૂરી વિગત આપ્યા બાદ તમે ઓકે બટન પર ક્લિક કરો.

આ બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર એક ઓટીપી આવશે અને તે નંબર બોક્સમાં ભર્યા બાદ લિંક આધાર ઓપશન પર ક્લિક કરો. આવી રીતે તમે સરળતાથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો.