ધાર્મિક-દુનિયા

અનોખું છે દેવી માતાનું આ મંદિર, કાકડી ચઢાવવાથી મળે છે સંતાન સુખ…

નવરાત્રીનો ઉત્સવ શરૂ થાતા જ શ્રદ્ધાળુઓ દેવી શક્તિની ભક્તિમાં લિન થઇ જાય છે. સવારથી જ દરેક દેવી મંદિરોમાં ભક્તોની ભીડ લાગી જાય છે. માન્યતાઓ,વિશ્વાશ, અને આસ્થા ભારતના દરેક ખૂણે ખૂણે વસેલી છે જેનું એક ઉદાહરણ છે દેવી માનું એક એવું અનોખું મંદિર જેના દરવાજા વર્ષમાં માત્ર એજ જ વાર અને માત્ર 12 કલાક માટે જ ખુલે છે. આ મંદિર છત્તીસગઢના કોંડાગામ જિલ્લામાં સ્થિત માતા લિંગેશ્વરીનું મંદિર છે જે પુરા દેશમાં ખુબ પ્રચલિત છે.

Image Source

કંઈક આવી છે માન્યતા:

Image Source

લિંગેશ્વરી માતાનું મંદિર દેશભરમાં પોતાની માન્યતાઓ માટે પ્રચલિત છે. તેને આલોર અને લિંગાઈ માતા મંદિર ના નામથી પણ જાણવામાં આવે છે. આ ભોળેનાથનું એક એવું મંદિર છે, જ્યાં શિવલિંગની પૂજા સ્ત્રી રૂપમાં કરવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે જે પણ ભક્તો સંતાન પ્રાપ્તિ માટે આ મંદિરમાં દર્શને આવે છે તેઓનો ખાલી ખોળો એક વર્ષની અંદર જ ભરાઈ જાય છે.

Image Source

નીચે સરકીને કરે છે દર્શન:

Image Source

દરેક વર્ષ ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની નવમી પછી આવતા બુધવારે આ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવે છે. આ મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે માટે અહી ભારે માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. લિંગેશ્વરી માતાનું મંદિર છત્તીસગઢના પ્રભાવિત વિસ્તારમાં સ્થિત છે માટે અહીં લોકોને નીચે ઝૂકીને જાવું પડે છે. જેના પછી સાંજ થાતા જ મંદિર ના પટ્ટ પથ્થરની શીલાને ટેકવીને એક વર્ષ માટે ફરીથી બંધ કરી દેવામાં આવે છે. જ્યારે આ પથ્થરને હટાવામાં આવે છે ત્યારે જ મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે. આ મંદિરમાં શિવ પાર્વતીના સમન્વિત સ્વરૂપને લિંગેશ્વરી કહેવામાં આવે છે.

Image Source

કાકડી ચઢાવાથી પણ મુરાદો થાય છે પુરી:

Image Source

માન્યતા છે કે આ મંદિરમાં કાકડી ચઢાવાથી પણ દરેક માન્યતાઓ પૂર્ણ થઈ જાય છે, જેથી મંદિરની બહાર મોટી સંખ્યામાં કાકડી મળે છે અને અહીં લોકો તેને પ્રસાદના સ્વરૂપે ખાય છે. સંતાન સુખ ઇચ્છતા લોકો જો અહીં આવીને કાકડી અર્પણ કરે છે તો તેઓને જલ્દી જ સંતાનની પ્રાપ્તિ થાય છે. આ માન્યતા અનુસાર સંતાન પ્રાપ્તિ માટે આવેલી જોડીને અહીં કાકડી ધરવાની રહે છે. જેના પછી તેને પ્રસાદ સ્વરૂપે ત્યાં જ દંતપીએ પોતાના નખ વડે કાકડીના બે ભાગ કરીને તેનો પ્રસાદ બંનેએ ગ્રહણ કરવાનો રહે છે. જેનાથી દંપતીને સંતાન સુખ મળે છે.

Image Source

જણાવી દઈએ કે મંદિરની આજુબાજુ માત્ર કાકડીની જ સુગંધ આવે છે.આ મંદિર ખુબ ઊંચાઈ પર આવેલું છે માટે અહીં ઉભા રહીને દર્શન કરવા શક્ય નથી.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks