ગુજરાતમાં કોરોનાનો કહેર જારી છે. સમગ્ર રાજય સાથે સુરતમાં રોજ સંક્રમણથ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણની તપાસ કરાવવા માટે લાંબી લાઇનો લાગી છે, તો કયાંક હોસ્પિટલમાં બેડ પણ ફુલ છે, સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર માટે પણ ઘણી રાહ જોવી પડી રહી છે. હવે લોકોના સ્વજનોના મૃત્યુ પ્રમાણપત્ર માટે પણ સિવિક સેંટરો પર લાંબી લાઇનો લાગી છે.
કુદરતી રીતે મરણ થતાં વ્યક્તિઓ અને કોરોના સંક્રમણને કારણે થતાં મોતનો આંકડો નોંધનીય રીતે ખૂબ ઓછો છે. લોકો કલાકો સુધી મરણનો દાખલો કઢાવવા માટે લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનની અલગ-અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
કોરોનાની બીજી લહેર વધુ ધાતક છે. જેને પગલે ઈન્જેક્શન, ઑક્સિજન, સારવાર, અંતિમસંસ્કાર માટે પણ લાઈનો જોવા મળી હતી.શહેરના અઠવા ઝોનમાં સવારથી જ લોકો મરણ દાખલો કઢાવવા માટે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા. જે કોરોના સંક્રમણના કારણે શહેરમાં થયેલા મૃત્યાંકમાં વધારાનો પુરાવો સમાન છે.
રાંદેર ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન વગેરે વિવિધ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. મરણ દાખલા વગર ઘણી બધી કાયદાકીય પ્રક્રિયા અટકી જતી હોય છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.