જ્યોતિષ શાસ્ત્ર

હથેળી પર આ 5 રેખાઓ હોય છે ખુબ જ ખાસ, તેમાં છુપાયેલા છે જીવનના દરેક રહસ્યો

હસ્તરેખા જ્યોતિષશાસ્ત્રના આધારે કોઈપણ વ્યક્તિની હથેળીમાં બનેલી રેખાઓ તેઓના ભવિષ્ય સાથે સીધો જ સંબંધ ધરાવે છે. હથેળી પર બનેલી આ રેખાઓના અધ્યયનથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત હોય છે. આવો તો જાણીએ હથેળી પર બનેલી આ ખાસ રેખાઓ વિશે..

Image Source

1. જીવન રેખા:
સામુદ્રિક શાસ્ત્રમાં હથેળી પર જીવન રેખાનું ખુબ જ મહત્વ આપવામાં આવે છે.  જીવન રેખાથી તે વ્યક્તિનું આયુષ્ય, મૃત્યુ, સંકટ, દુર્ઘટનાની જાણ લગાવી શકાય છે.

Image Source

ક્યાં હોય છે આ રેખા?:
જીવન રેખા અંગુઠા અને તર્જનીની વચ્ચેથી નીકળીને હથેળીના નીચેના ભાગ જ્યા મણિબંધ હોય છે ત્યાં સુધી લંબાયેલી હોય છે. સાફ અને સ્પષ્ટ જીવનરેખા ખુશહાલ જીવનનો સંકેત હોય છે તો કપાયેલી કે અધૂરી રેખાને સારું માનવામાં નથી આવતું.

2. મસ્તિષ્ક રેખા:
જીવન રેખા જેટલી જ મહત્વપૂર્ણ મસ્તિષ્ક રેખાને પણ માનવામાં આવે છે. આ રેખાથી વ્યક્તિની માનસિક ક્ષમતા, બુદ્ધિબળ અને વૈચારિક ક્ષમતાનું આંકલન થાય છે.

Image Source

ક્યાં હોય છે આ રેખા?:
જ્યાથી જીવન રેખા શરૂ થાય છે ત્યાથી જ એક બીજી રેખા પણ નીકળે છે જે સીધી નીચેના તરફ જાય છે. તેને જ મસ્તિષ્ક રેખા કહેવામાં આવે છે. આ રેખા જેટલી નિર્દોષ હોય છે, એટલી જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

3.હૃદય રેખા:
હૃદય રેખાથી કોઈપણ વ્યક્તિના દિલની વાત, સંવેદનશીલતા અને ગુણ વિશેની જાણ થાય છે.

Image Source

ક્યાં હોય છે આ રેખા?:
નાની આંગળીની નીચેથી શરૂ થઈને તર્જની આંગળી તરફ વધનારી રેખાને હૃદય રેખા કહેવામાં આવે છે.

4. ભાગ્ય રેખા:
સામુદ્રિક શાસ્ત્રના આધારે ભાગ્ય રેખાથી વ્યક્તિના ભાગયશાળી હોવાની જાણ થાય છે. જે કોઈની ભાગ્યરેખા સ્પષ્ટ, સાફ અને સીધી દિશામાં મણિબંધથી ચાલીને શનિ પર્વત પર જઈને મળતી હોય તેવા વ્યક્તિને ખુબ ભાગ્યશાળી માનવામાં આવે છે.

Image Source

ક્યાં હોય છે આ રેખા?:
હથેળીથી નીચે નીકળીને જે રેખા આંગળીની નજીક જાય છે તેને ભાગ્ય રેખા કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ