લીંબડી ધંધુકા રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઝડપની મજા બની મોતની સજા, કાર પરનો કાબુ ગુમાવતા એવી પલ્ટી મારી કે વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે…

મારુતિનો બુકડો બોલી ગયો, કાબુ ગુમાવતા એવી પલ્ટી મારી કે વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા બધા અક્સમાતમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. આવા અકસ્માત પાછળ મોટા ભાગે વધુ પડતી ઝડપ તો બેફિકરાઈથી વાહન ચલાવવું હોય છે. આવા ઘણા અક્સમાતની ઘટના કેમેરામાં પણ કેદ થઇ જતી હોય છે અને તેના વીડિયો સામે આવતા જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જતા હોય છે.

હાલ એવો જ એક અકસ્માત લીંબડી ધંધુકા હાઇવે પરથી સામે આવ્યો છે. જેમાં મારુતિ સ્વિફ્ટ લઈને પુરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા જ કાર પલ્ટી મારી ગઈ અને પછી રોડની એક તરફ ફંગોળાઈને પડી હતી. આ દુર્ઘટના સમયે ગાડીમાં કુલ 4 લોકો સવાર હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું ખબર સામે આવી રહી છે. અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર છે અને તે સારવાર હેઠળ છે.

આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લીંબડી ધંધુકા હાઇવે પર આવેલા બોરણા ગામના પાટિયા પાસે. અકસ્માત બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કાર રોડની બાજુના ખેતરમાં ફંગોળાઈને પડેલી જોવા મળી રહી છે. વીડિયોમાં કારની હાલત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કારની સ્પીડ ખુબ જ વધારે હશે અને તેના કારણે જ કાબુ ગુમાવતા જ કાર આ રીતે પલટાઈને રોડની બાજુમાં પડી.

કારની હાલત જોતા જ લાગે છે કે કાર આખી કબાડી જેવી બની ગઈ છે. આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ પણ પહોંચવામાં આવ્યા અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી.

Niraj Patel