સુરેન્દ્રનગર લીંબડીમાં સગા ભાઈએ જ કરી પોતાની બહેનની ગળે ટુંપો આપી હત્યા, કારણ જાણી હચમચી ઉઠશો

સુરેન્દ્રનગર રાખડી બાંધીને જીવનભર બહેનની રક્ષા કરવાનું વચન આપતો તે જ ભાઈએ બહેનની હત્યા કરી, કારણ સાંભળીને મગજ ફરી જશે

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત કારણ હોય છે, તો કેટલીકવાર પ્રેમ સંબંધ…હાલમાં જ 1 જુલાઇના રોજ લીંબડીંમાં ભોગાવાના નદીના કૂવામાંથી એક યુવતિની લાશ મળી આવી હતી અને હવે આ ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ યુવતિની હત્યા બીજા કોઇએ નહિ પરંતુ તેના સગા ભાઇએ જ કરી હતી. આ હત્યાનું કારણ એ હતુ કે, યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તેને કારણે બહેન ભાગી ન જાય તેવો ડર હતો. યુવતિની લાશ મોઢાના ભાગે પ્લાસ્ટિકની કોથળી અને કપડા વડે હાથ પગ બાંધેલ હાલતમાં મળી આવી હતી.

લાશનું જ્યારે પીએમ કરાવવામાં આવ્યુ ત્યારે ગળે ટુંપો આપી હત્યા કરી દેવામાં આવી હોવાનુ સામે આવ્યુ હતુ. કુવામાં પાણીના કારણે લાશ ફુગાઇ ગઇ હતી અને તેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની હતી. જો કે, યુવતીના હાથ પર રહેલા છુંદણાને આધારે પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા અને ત્યારે થોડા દિવસો પહેલા જ લીંબડી ખારાવાસમાં રહેતી નયના રાઠોડ ગુમ હોવાનું જાણવા મળ્યુ. તે બાદ પોલીસે તેના પરિવારજનોને બોલાવ્યા અને લાશની ઓળખ કરાવી. જો કે આ સમયે યુવતીના ભાઇ દીનેશ રાઠોડે આ લાશ પોતાની બહેન નયનાની ન હોવાનુ જણાવ્યું હતુ.

પોલિસને આ વિશે બાતમી મળતા તેમણે મૃતકના ભાઇ દિનેશની કડકાઇથી પૂછપરછ કરી હતી અને આ દરમિયાન તે ભાંગી પડ્યો હતો. આરોપી દિનેશે જણાવ્યું હતુ કે, નયનાને સચાણા રહેતા તે સમયે રોહિત ઠાકોર નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો અને પહેલા તે રોહિત સાથે ભાગી પણ ગઇ હતી પરંતુ ત્યાર બાદ તે થોડા દિવસોમાં પરત આવી ગઇ હતી. જો કે, પરિવારજનોને એવી શંકા ગઇ કે, તે ફરીથી રોહિત સાથે ભાગી જશે, ત્યારે 27 જુનના રોજ પરિવારજનો લીંબડીમાં એક પ્રસંગમાં ગયા.

આ દરમિયાન નયના અચાનક ઘેર જવા નીકળતા દિનેશ પણ તેની પાછળ ઘરે આવ્યો હતો. બહેન કબાટમાંથી કાંઇક વસ્તુ શોધતી હોય દિનેશને એવુ થયું કે, બહેન દાગીના લઇ ભાગી જશે, તો સમાજમાં આબરૂ જશે. બસ આ વિચાર આવ્યા બાદ તેણે તેની બહેનને પાછળથી ગળે ટુંપો આપી દીધો અને તેની હત્યા કરી નાથી. નયના બૂમો ન પાડે તે માટે તેણે ટીવીનો અવાજ પણ વધારી દીધો, જેથી કરીને તે બૂમો પાડે તો પણ અવાજ બહાર ન જાય.

હત્યા કર્યા બાદ તેણે નયનાની લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરી અને રાતના સમયે એક્ટિવા પર લઇ ભોગાવો નદીના કુવામાં ફેંકી દીધી. લાશ કુવામાંથી તરતી બહાર ન આવે તે માટે લાશના હાથપગ બાંધી દઇ તેની સાથે રેતી ભરેલી પ્લાસ્ટિકની વજનદાર કોથળી બાંધી દીધી હતી. જ્યારે પરિવારજનોએ બહેન અંગે પૂછપરછ કરી તો તેણે એવું વર્તન કર્યુ કે તે કંઇ જાણતો જ નથી.

Shah Jina