દુઃખદ સમાચાર: ભાઈબીજના દિવસે 3 અકસ્માત; લીંબડી-અમદાવાદ હાઇવે પર ખુબ ભયાનક અકસ્માત; આટલા મોત થયા; જુઓ તસવીરો

સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પાણશીણા ગામના પાટિયા નજીક બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ માર્ગ પર વારંવાર થતા અકસ્માતોની શ્રેણીમાં આ નવીનતમ ઘટના છે. તેજ ગતિએ જતી કારે બાઈકને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. લીંબડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો અને કેસની નોંધણી કરી આગળની તપાસ શરૂ કરી છે.

બીજી તરફ, અમદાવાદ-ધંધુકા રોડ પર ખડોળ પાટિયા નજીક બીજો એક અકસ્માત નોંધાયો છે. કાર ચાલકે વાહન પરનો કાબू ગુમાવતા સર્જાયેલી આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં સંડોવાયેલી કારમાં અમદાવાદના ચાર રહેવાસીઓ સવાર હતા, જેઓ સાળંગપુર તરફ પ્રવાસ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ડ્રાઈવર મોબાઈલનો ઉપયોગ કરી રહ્યો હતો, જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે.

બીજી બાજુ સમાચાર મળ્યા છે કે વલસાડમાં પણ બસને અકસ્માત નડ્યો હતો. ઢોળાવવાળા રસ્તા પર બસની બ્રેક ફેઈલ થતા બસ સાઈડમાં ઉતરીને અથડાઈ હતી. બસ સાઈડમાં ઉતરતા બસને ક્લીનર નીચે કૂદવા જતા ટાયર નીચે કચડાયો હતો. આ અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

YC