રસોઈ

આ શિયાળે બનાવો લીલવાની કચોરી, નોંધી લો રેસિપી…. બધા ખાતા જશે ને તમારા વખાણ કરતા જશે !!

હાઈ ફે્ન્ડસ,કેમ છો?

અત્યારે તમે બધા ઉતરાયણની તૈયારી કરતા હશો. આજે હું તમારા માટે એ રેસીપી લઈને આવી છુ જે વિન્ટરની અને ઉતરીયણની સ્પેશીયલ રેસીપી છે. તો આ ઉતરાયણ મારી આ રેસીપી સાથે એન્જોય કરો.

સામગી્:

 • લીલી તુવેર-1 કપ
 • બાફેલા બટાકા-4 નંગ
 • આદુ મરચા(ક્શ કરેલા)-1 ટેબલ સ્પૂન
 • તલ- 1 ટી સ્પૂન
 • વરીયાડી-1 સ્પૂન
 • તેલ-2 ટેબલ સ્પૂન
 • ગરમ મસાલો-1 ટી સ્પૂન
 • હીંગ-હાફ ટી સ્પૂન
 • ખાંડ-1 ટેબલ સ્પૂન
 • લીંબુનો રસ- 1 ટેબલ સ્પૂન
 • મીઠુ- સ્વાદ મુજબ

લોટ માટે:

 • મેંદો-1 કપ
 • ચોખાનો લોટ-અડધો કપ
 • કોનૅ ફ્લોર-1 ટેબલ સ્પૂન
 • જીરૂ-1 ટી સ્પૂન
 • તેલ -1 ટેબલ સ્પૂન
 • મીઠુ-સ્વાદ મુજબ


રીત:

લીલી તુવેરને ચોપરમાં ક્શ કરી લેવી. પેનમાં તેલ ગરમ થાય એટલે હિંગ, તલ અને વરિયાળી ઉમેરીને ક્શ કરેલી તુવેર, બાફેલા બટાકા ઉમેરીને સાંતડવુ.

તેમાં આદુ મરચા, મીઠુ, ગરમ મસાલો, ખાંડ અને લીંબુ ઉમેરૂને મિડિયમ આંચ પર મિક્સ કરવુ.
મેંદાના લોચમાં ચોખાનો લોટ, કોનૅ ફ્લોર, મીઠુ, જીરૂ, તેલ ઉમેરીને મિડિયમ સોફ્ટ લોટ બાંધવો.
લોટને 10 મિનિટ રેસ્ટ આપો. સ્ટફિંગના એકસરખા બોલ બનાવો.
લોટના એકસરખા લુવા બનાવીને નાની પુરી વણીને સ્ટફિંગ મૂકો.
તેને બંધ કરીને કચોરીનો શેઇપ આપો.
તેલ ગરમ થાય એટલે મિડિયમ આંચ પર તડી લો. કચોરીનો બંધ કરેલો ભાગ નીચે આવે એ રીતે તડવુ.
તો તૈયાર છે લીલવાની કચોરી. કમેન્ટ્સમાં જણાવજો કેવી લાગી રેસિપી.

ક્વિક રીકેપ

Author: Bhumika Dave GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ