રસોઈ

શિયાળામાં બનાવો લીલી હળદરનું હેલ્ધી શાક, આ બનાવવાની પરફેક્ટ રીત નોંધી લો અને આજે જ બનાવો

હળદર એમ તો શાક અને દાળનો સ્વાદ વધારવા માટે વપરાય છે. લીલી હળદરનું શાક મુખ્યત્વે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. રાજસ્થાનમાં લગ્ન કે કોઈ બીજા માંગલિક પ્રસંગોએ આને ભોજનમાં સામેલ કરવામાં આવે છે. શિયાળામાં લીલી હળદર બજારમાં મળી જાય છે એવામાં આનું શાક ઘરોમાં ઘણા શોખથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે પણ જાણીએ કે કેવી રીતે બને છે લીલી હળદરનું શાક –

સામગ્રી

  • લીલી હળદર 200 ગ્રામ
  • ઘી 4 થી 5 ચમચી
  • ડુંગળી 1 નંગ
  • દહીં 1 કપ
  • લીલા વટાણા 1 કપ
  • ટામેટું 1 નંગ
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • હિંગ ચપટી
  • લાલ મરચું 1 ચમચી
  • ધાણાઝીરું 1 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • મીઠુ સ્વાદાનુસાર
  • ધાણા ગાર્નિશિંગ માટે

રીત

સૌપ્રથમ લીલી હળદરને છીણી લો પછી એક પેન લઇ લો એમાં ઘી એડ કરી એમાં હળદર એડ કરી મિક્સ કરી 5 મિનિટ શેકવા દો પછી એમાં ડુંગળી એડ કરી મિક્સ કરી લો પછી એમાં મરચું મસાલા એડ કરી મિક્સ કરી લો પછી એમાં લીલા વટાણા એડ કરી મિક્સ કરી લો થોડી વાર થાય એટલે ટામેટા એડ કરી મિક્સ કરી લો હવે એક નાનું વાઘરીયું લઇ લો એમાં ઘી એડ કરી લસણ મરચાની પેસ્ટ હિંગ એડ કરી તતડે એટલે શાકમાં એડ કરી મિક્સ કરી લો અને થોડી વાર પછી ગેસ બંધ કરી મિક્સ કરી લો અને ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો આ શાક જરૂરથી બનાવજો તમને લાગશે પણ નહિ કે લીલી હળદરનું શાક છે.

લીલી હળદરનું શાક બનાવવાની પરફેક્ટ રીત માટે વિગતવાર વિડીયો:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.