રસોઈ

શિયાળામાં ઘરે બનાવો મહેસાણાનું પ્રખ્યાત સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું શાક🤤🤤રેસિપી વાંચો

શિયાળા માં લીલી હળદર બહુ મળી આવે છે. તેનું શાક બનાંવીને ખાવાથી સેહત માં ઘણો ફોયદો થાય છે. તો ચલો જાણીએ રેસીપી.

સામગ્રી

 • લીલી હળદર – ૨૫૦ ગ્રામ
 • ટામેટા – ૨ નંગ
 • ડુંગળી – ૨ નંગ
 • લસણ,આદુ અને મરચાં ની પેસ્ટ – સ્વાદાનુસાર
 • વટાણાં – ૨૦૦ ગ્રામ
 • ઘી – વઘાર માટે
 • જીરુ – વઘાર માટે
 • રાઈ – વઘાર માટે
 • લીલા મરચાં – ૨ નંગ
 • હળદર, ધાણાજીરુ, મરચું – સ્વાદાનુસાર
 • મીઠું – સ્વાદાનુસાર

રીત

સૌ પ્રથમ લીલી હળદર ને ખમણી લો. હવે કડાઇ માં થોડુ ઘી લો. તેમાં ખમણેલી લીલી હળદર ને શેકો. ૨ મિનિટ શેક્યા બાદ તેમાં થોડુ પાણી ઉમેરી તેને બફાવા દો. ત્યારબાદ તેને ઠંડુ થવા દો. વટાણા ને બાફી લો.

હવે બીજી કડાઈ લઈ તેમાં ઘી ઉમેરો. તેમાં રાઈ, જીરુ અને લીલાં મરચાં ઝીણા સમારેલા ઉમેરો. ત્યારબાદ તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાર તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. તે બ્રાઉન થાય એટલે તેમાં સમારેલા ટામેટા અને વટાણાં ઉમેરી સાંતળો.

ત્યારબાદ તેમાં લીલી હળદર ઉમેરો. હવે તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારાનાં મસાલા પણ ઉમેરી શકો છો. અને વટાણાં ની સાથે તમે ગાજર કે બીજુ શાક પણ લઈ શકો છો. અથવા એકલાં લીલી હળદર નું પણ બનાંવી શકો. થોડી વાર કડાઈ માં શાક રાખીને ગેસ બંધ કરી લો. તો તૈયાર છે લીલી હળદર નું શાક.

લેખક – બંસરી પંડ્યા ” અનામિકા ”

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ