આપણું ગુજરાત ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે પણ આપણું ગુજરાતી ફૂડ આખી દુનિયામાં દરેક લોકોને પસંદ છે. એવામાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલ રાજકોટની લીલીચટણી વિશે કોણે નથી સાંભળ્યું? સ્પાઈસી તેમજ જીભને ગમી જાય એવી આ રાજકોટની લીલીચટણી લગભગ બધાને પસંદ હોય જ છે.
ઘણા લોકો લીલીચટણી ઘરે બનાવવાની કોશિશ કરતા હશે પણ રાજકોટમાં મળતી આ સ્વાદિષ્ટ ચટણી જેવી બનાવી શકતા નથી. તો ચાલો આજે અમે તમને રાજકોટની પ્રખ્યાત લીલીચટણી કેવી રીતે બનાવી તે શીખવીએ.

રાજકોટની ફેમસ લીલીચટણી બનાવવા માટેની સામગ્રીઓ
- અડધો કપ કાચા કે શેકેલ સીંગદાણા
- 6/7 મીડીયમ સુધારેલ તીખા લીલા મરચા
- 1 થી દોઢ ચમચી લીંબુનો રસ
- એક ચપટી હળદર
- સ્વાદ અનુસાર મીઠું

રાજકોટની પ્રખ્યાત લીલીચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ મિક્સ્ચરમાં સીંગદાણા ઉમેરો ત્યાર બાદ તેમાં સુધારેલ તીખા મરચા, લીંબુ , હળદર અને મીઠું ઉમેરો. ત્યારબાદ તેને મિક્સ્ચરમાં પીસી લો. સીંગદાણા અને મરચા જ્યાં સુધી એક ન થઇ જાય ત્યાં સુધી પીસો. ત્યાર બાદ એ પીસેલ મિશ્રણને એક વાટકીમાં કાઢી લો.

લો તૈયાર છે તમારી રાજકોટની પ્રખ્યાત લીલીચટણી. આ ચટણી તમે થેપલા, ખાખરા , ભજીયા , ચિપ્સ અથવાતો સેન્ડવીચ સાથે ખાઈ શકો છો. આ સૂકી બનાવેલ ચટણીને તમે 20 થી 25 દિવસો સુધી ફ્રીઝમાં રાખીને વાપરી શકો છો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.