ખબર

જયપુર: આમેરના કિલ્લા પર વીજળી પડી, 35 લોકો આવ્યા ઝપેટમાં, ડ્રોનની મદદથી પહાડીઓમાં હજી પણ ચાલુ છે સર્ચ ઓપરેશન

રાજસ્થાનમાં લગભગ મહિનાથી રોકાયેલુ મોનસૂન રવિવારે રાત્રે કહેર બનીને આવ્યુ અને રાજધાની જયપુરને મોટુ દુખ આપી ગયુ. અહીં જયપુરના આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર આકાશીય વીજળી પડવાથી 11 લોકોની મોત થઇ ગઇ.

જયપુરમાં તેજ વરસાદ વચ્ચે રવિવારના રોજ આમેર મહેલમાં બનેલા વોચ ટાવર પર વીજળી પડી. અહીં ફરી રહેલ 35થી વધારે ટુરિસ્ટ તેની ચપેટમાં આવી ગયા. એડિશનલ પોલિસ કમિશ્નર રાહુલ પ્રકાશે સોમવારે સવારે 11 લોકોની મોત થઇ ગઇ.

જો કે, આ પહેલા પોલિસ કમિશ્નર આનંદ શ્રીવાસ્તવે ANIને જણાવ્યુ કે આમેર જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં વીજળી પડવાથી 16 લોકોની મોત થઇ ગઇ. પહાડી પર ફસાયેલા લોકોને શોધવાની કોશિશ કરવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી.

આ ઘટનાની સૂચના મળતા જ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઘાયલો, પીડિત પરિવારને બધી જ સહાયતી કરવાના નિર્દેશ અધિકારીઓને આપેલા છે. સાથે જ મૃતક આશ્રિતોને 5-5 લાખ રૂપિયાની સહાયતા આપવાની ઘોષણા કરવામાં આવી. તેમાં આપદા પ્રબંધન કોષથી 4 લાખ અને મુખ્યમંત્રી સહાયતા કોષથી 1 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ત્યાં જ ઘાયલોને પણ 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાની ઘોષણા કરવામાં આવી છે.

લાંબા સમયની રાહ જોયા બાદ જયપુરમાં થયેલ વરસાદ અને મોસમમાં આવેલા બદલાવ બાદ મોટી સંખ્યામાં લોકો આમેરની પહાડીઓ પર ફરવા પહોંચ્યા હતા. અહીં ફોટોગ્રાફી અને સેલ્ફીનો સિલસિલો ચાલી રહ્યો હતો કે અચનાક વીજળી પડી અને તે બાદ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અત્યાર સુધી રેસ્કયુ ટીમે 35થી વધારે લોકોને નીચે ઉતારી લીધા છ, આ સાથે જ સર્ચ ઓપરેશન જારી છે.