ખબર

કળિયુગમાં શિવજીનો સાક્ષાત ચમત્કાર, આકાશી વીજળીને પોતાની જટામાં સમાવી લીધી અને મંદિરમાં છોડી ત્રિશૂળની પ્રતિમા, જુઓ તસવીરો

શ્રાવણ મહિનામાં શિવજીનો મોટો ચમત્કાર, ગામ ઉપર પડેલી વીજળીને પોતાની જટાઓમાં સમાવી લીધી, જુઓ તસવીરો

આપણા દેશની અંદર ઘણા એવા મંદિરો આવેલા છે જ્યાં આજે કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થતો જોવા મળે છે. એવું કહેવાય છે કે ઈશ્વર તારણહાર છે અને મનુષ્યના માથે આવેલા સંકટોને પણ ઈશ્વર પોતાના માથે લઇ લેતા હોય છે. આવી જ એક ઘટના હાલ શિવ મંદિરમાંથી સામે આવી છે, જ્યાં આકાશી વીજળીને પણ શિવીજીએ પોતાની જટાઓમાં સમાવી લીધી.

હરિયાણામાં આવેલા કરનાલ જિલ્લાના મદનપુર ગામની અંદર શનિવારની સાંજે આકાશી વીજળીની ગર્જનાથી ગામના લોકો પણ ભયભીત થઇ ઉઠ્યા. મુશળધાર વરસાદ સાથે ગામની અંદર ચાર વાર વીજળી પડી. આ દરમિયાન જ ગામની અંદર જુના શિવ મંદિરમાં પ્રચંડ ધડાકા સાથે ધુમાડો પણ ઉઠવા લાગ્યો.

વરસાદ રોકાયા બાદ ગામના લોકો જયારે મંદિરમાં પહોંચ્યા ત્યારે તેમને જોયું કે મંદિરનો ગુંબદનો ઉપરનો ભાગ અને દીવાલો ક્ષતિગ્રસ્ત થઇ ચુકી છે. પરંતુ આ દરમિયાન એક એવું નિશાન પણ તેમની નજરમાં આવ્યું જે જાણીને સૌ કોઈ હેરાન રહી ગયા. કારણ કે જમીન ઉપર એક ત્રિશૂળનું નિશાન બની ચૂક્યું હતું.

ત્યાં ઉપસ્થિત લોકોને તેને પોતાના મોબાઈલ કેમેરામાં પણ કેદ કરી લીધું. અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો પણ પોસ્ટ કરી દીધી. જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. લોકો તેને શિવજીનો ચમત્કાર કહી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ભગવાન શિવે તેમની ઉપર આવેલા મોટા સંકટને પોતાની જટાઓમાં સમાવી લીધું. આ મામલામાં ગામના લોકો પ્રસાશન પાસે મંદિરના ક્ષતિગ્રસ્ત ભાગના પુનઃનિર્માણ માટે ગુહાર લગાવી રહ્યા છે.

મંદિરનું ગુંબદ 90 ફૂટ ઊંચું છે. જેની ઉપરનો લગભગ 10 ફૂટ ભાગ વીજળી પડવાના કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગયો છે. આકાશી વીજળી પડવાના કારણે જબરદસ્ત ધમાકો થયો હતો. ધમાકો એટલો જોરદાર હતો કે મંદિરનો મલબો આસપાસના ઘરોમાં જઈને પડ્યો. સારું હતું કે વરસાદના કારણે કોઈ ગ્રામજન બહાર નહોતું.