મક્કામાં આકાશની અંદરથી વીજળી પડવાનો ભયાનક વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ

હાલ ચોમાસાનો સમય છે અને ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે આકાશમાં વીજળી થવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે, ઘણીવાર કેમેરામાં પણ આવી ઘટનાઓ કેદ થઇ જતી હોય છે તેના ભયાનક વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાનીમાં મુકાઈ જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર સામે આવ્યો છે જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને આ ભયાનક નજારો જોઈને ચોંકી પણ ઉઠ્યા છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાયરલ વીડિયો સાઉદી અરેબિયાનો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મક્કાના ‘ક્લોક ટાવર’ પર વીજળી પડી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કડાકા કરર્તી આકાશી વીજળી પડી રહી છે. આ દૃશ્ય ખૂબ જ ડરામણું હતું. આવો અદ્ભુત નજારો જોઈને લોકો ચોંકી ગયા હતા અને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આકાશમાંથી વીજળી પડી રહી છે. વીડિયોમાં ક્લોક ટાવર પર વીજળી પડતી જોવા મળી રહી છે, જે ખૂબ જ ડરામણી લાગે છે. આ તેના પ્રકારનું એક અનોખું અને અદ્ભુત દૃશ્ય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આ વીડિયો જોયા પછી લોકો એકદમ ચોંકી ગયા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો મુલહમ નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે. આ વીડિયોને 14 લાખ કરતા વધુ લોકોએ જોયો છે, જ્યારે ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું “ખરેખર ખૂબ જ ડરામણી”. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું  “અલ્લાહ, દરેકની સુરક્ષા રાખે !”

Niraj Patel