વાહ.. વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેએ જીત્યા દિલ ! લકઝરી ફલાઇટ છોડીને ગુજરાતથી મુંબઈ ઈકોનોમી ક્લાસમાં કરી સફર, જુઓ વીડિયો

સાઉથના અભિનેતા વિજય દેવરકોંડા અને બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે હાલમાં તેમની ફિલ્મ “લાઇગર”નું પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનમાં ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળી છે જેમાં વિજય દેવરકોંડાની સાદગી અને તેનો વ્યવહાર ચાહકોના દિલ જીતી રહ્યો છે. ત્યારે હવે વધુ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પણ તેની સાદગીએ ફરીથી ચાહકોનું દિલ જીત્યું છે.

આ વીડિયોમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ફ્લાઈટના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ યુવા ઓનસ્ક્રીન કપલે પોતાની ફિલ્મ “લાઇગર”ના પ્રમોશન માટે આવું કર્યું હતું. લક્ઝરી ફ્લાઈટ છોડીને ઈકોનોમી ક્લાસમાં વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેના આ પ્રમોશન સ્ટંટની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

એટલું જ નહીં, ફિલ્મમેકર્સ પણ કલાકારોના આ પગલાથી ખૂબ જ ખુશ છે. ફિલ્મના ફાઇનાન્સર્સમાંથી એક ચાર્મે કૌરે આ વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું, “નિર્માતાઓના અભિનેતા અને લોકોના હીરો અમારા #LIGER @thedeverakonda અને અમારી અદ્ભુત સુંદરતા @ananyapandayy… મારી આ બંને પ્રેમાળ માટે મારી અને પુરીજીગન્નાથ તરફથી તમારા માટે પ્રશંસાની પોસ્ટ.

 

View this post on Instagram

 

A post shared by Charmmekaur (@charmmekaur)

તમને જણાવી દઈએ કે “લાઇગર” ફિલ્મના પ્રમોશન દરમિયાન વિજય દેવરકોંડા વડોદરામાં યોજાયેલા એક કાર્યક્રમમાં અનન્યાને ફુગ્ગાનો મોટો સેટ હવામાં છોડવામાં મદદ કરી રહ્યો હતો. “લાઇગર” સ્ટારનું શહેરમાં ફૂલોની વર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેના એક્શન એન્ટરટેઇનરને પ્રોત્સાહન આપવા માટે તેને વિશાળ ફૂલોની માળા પહેરાવવામાં આવી હતી.

Niraj Patel