અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે લિફ્ટ તૂટતાં જ 7 મજૂરોના મૃત્યુ, ગરીબ પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો

દેશમાં ઘણીવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક એવું બને છે કે કોઇ કારણોસર અથવા ટેક્નિકલ ખામીને કારણે કોઇ બિલ્ડિંગની લિફ્ટ તૂટી જતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવી ઘટના સામે આવી છે, જેમાં 7 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં ગુજરાત યુનીવર્સીટી પાસે આવેલ એસ્પાયર – 2 નામની બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. ત્યાં બુધવારે સવારના સમયે 7માં માળેથી એક લીફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા હતા. આ ઉપરાંત એક શ્રમિક ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. હાલ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ભયંકર અકસ્માત થયા બાદ ફાયર વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમિકોના મોત અંગે ફાયર વિભાગને કોઈ સત્તાવાર માહિતી-કોલ કે ફરિયાદ મળી નથી.

અન્ડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગમાં સુરક્ષાના પરીમાણોનું ધ્યાન ન રખાયું હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માત અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા અને તે સમયે અમદાવાદમાં લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા.

અત્યારે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. તે આધારે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ.અહીંયા સ્થળ તપાસ માટે આવ્યા છીએ પરંતુ કોઈપણ પ્રકારના જવાબદાર અધિકારી અહીંયા હાજર નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, એક મજૂરે કહ્યું કે, 13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. 6 જેટલા લોકો નીચે પડ્યા હોવાની મને ખબર છે.

મૃત્યુ પામનાર વ્યક્તિનું લિસ્ટ:

સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​

જગદીશભાઈ રમેશભાઈ નાયક

અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​

મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​

મુકેશભાઇ ભરતભાઇ નાયક

રાજમલ સુરેશભાઇ ખરાડી

પંકજભાઇ શંકરભાઇ ખરાડી

YC