બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાની વધતી ઉંમરે પણ ફેશનેબલ દેખવવાનું પસંદ કરે છે અને એમની આ રંગીન લાઈફ સ્ટાઇલ; તેમના કપડાં અને મોજશોખ દ્વારા દેખાય છે. ઘણી અભિનેત્રીઓ 55થી પણ વધારે ઉંમર પર કરી હોવા છતાં કપડાં પહેરવામાં અને ફરવામાં 30-35 વર્ષની અભિનેત્રીઓને પણ પાછળ પાડે એવી હોય છે.
View this post on Instagram
આવી જ એક અભિનેત્રી નીના ગુપ્તાએ ઉમંર યાદ કરાવતા એ લોકોને અંગુઠો બતાવ્યો છે. નીના ગુપ્તાની ઉંમર આજે 60 વર્ષ વટી ચુકી છે તે છતાં પણ તે ફેશનની બાબતમાં ઘણા લોકોને શરમાવે એવી છે. પોતાના પહેરવેશ અને પોતાની રંગીન લાઈફ દ્વારા નીનાએ એ તમામ લોકોની બોલતી બંધ કરી દીધી છે જે લોકો વધતી ઉંમર સાથે ફેશનને દૂર કરવાની સલાહ આપતા હતા.
View this post on Instagram
નીના ગુપ્તાની આ તસવીરો જોઈને તમે પણ કહી ઉઠસો કે આ ઉંમરે પણ નીના કેટલા મોજ શોખ અને ફેશનથી જીવી રહી છે.

આ ફોટોમાં નીના ગુપ્તા દરિયા કિનારે મોજ કરતી દેખાઈ રહી છે, તેના કપડાં પણ એકદમ સ્ટાઈલિશ છે અને તેના આ લુક દ્વારા તેની ઉંમરની ઘણી અભિનેત્રીઓને ફેશનની બાબતમાં પાછળ છોડી દીધી છે.

હોટ લુકમાં દેખાઈ રહેલી નીના ગુપ્તાની ઉંમર જોઈને કોઈ નહિ કહી શકે કે તે 60 સુધી પહોંચી ગઈ છે.

નીના ગુપ્તાનું ડ્રેસિંગ જ એવું છે જેને જોઈને આજના બોલીવુડની કેટલીક અભિનેત્રીઓ યાદ આવી જાય, આ ઉંમરે પણ નીના ફેશનેબલ કપડાં પહેરી અને પોતાનું રંગીન જીવન માણી રહી છે.

એક નજરે જોતા નીનાનો આ લુક એકદમ સામાન્ય લાગશે પરંતુ ફોટોને ધ્યાનથી જોતા જ સમજાશે કે આ ડ્રેસ પણ 60ની ઉંમરનો નહિ પરંતુ 30-35 વર્ષની હોટ અભિનેત્રીઓ માટે છે તે છતાં પણ નીના આ ડ્રેસ પહેરીને પોતાના રંગીન જીવનની ઓળખ દુનિયાને આપી રહી છે.

નીના માત્ર કપડાંની જ શોખીન નહિ પરંતુ આધુનિક લાઈફ સ્ટાઇલ જીવવામાં પણ ઘણી જ આગળ છે. આ ફોટોમાં તમે જોઈ શકો છે તેને મોજશોખ કરવો પણ કેટલો ગમે છે.

આ ફોટોમાં નીના તેની દીકરી સાથે છે પરંતુ તમે જોઈ શકો છો કે મા દીકરી સાથે છે તે છતાં પણ નીનાની ફેશનનો કોઈ જવાબ નથી, નીનાના આ ફેશનલૂક જોઈને કેટલાય લોકો મોઢામાં આંગળા નાખી જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.