મનોરંજન

મલાઇકા અરોરા મોર્નિંગ વોક માટે એવા લુકમાં થઇ સ્પોટ કે મુંબઇનું વધી ગયુ તાપમાન

છત્રી લઇ સ્પોર્ટ્સ બ્રામાં એટલી હોટ બનીને નીકળી મલાઇકા અરોરા, PHOTOS જોતા જ શરમમાં મુકાઈ જશો

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. ત્યારે ફરી એકવાર મલાઇકાને જીમ બહાર સ્પોટ કરવામાં આવી છે. મલાઇકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા પેપરાજીઓ તૈયાર જ રહેતા હોય છે.

મલાઇકા ફરી એક તેના સુપર હોટ લુકને કારણે ચર્ચામાં આવી છે. એટલું જ નહિ આ લુકમાં અદાકારાની જે ફિટ અને કર્વી બોડી જોવા મળી તે જોઇને તો વર્કઆઉટ લવર્સને પણ તગડા ફિટનેસ ગોલ્સ મળતા જોવા મળી રહ્યા છે. મલાઇકા કયારેય પણ તેનું રૂટિન મિસ કરતી નથી. તેને ઘણીવાર જીમ જતા અને મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવે છે, તે દરમિયાનના તેના લુક ઘણા વાયરલ થતા હોય છે.

Image source

મલાઇકાને આજે જ પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવી હતી. તે તેના ડોગ કેસ્પર સાથે જોવા મળી હતી. આ દરમિયાન મલાઇકા સ્પોર્ટ્સ બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી હતી. મલાઇકાએ મોર્નિંગ વોક માટે જે આઉટફિટ પસંદ કર્યો હતો તે લાઇટ કલર્સમાં હતો. સાથે જ તેણે ગ્રે અને નિયોન કલરનુ જેકેટ કેરી કર્યુ હતુ.

Image source

હસીનાએ ગ્રે કલરની સ્પોર્ટ્સ બ્રાલેટ સાથે મેચિંગ હાઇ વેસ્ટ શોર્ટ્સને કેરી કર્યા હતા.  જેમાં વેસ્ટલાઇન પર મોટુ ઇલાસ્ટિક બેંડ આપવામાં આવ્યુ હતુ. વરસાદની મોસમમાં મલાઇકાએ નોર્મલની જગ્યાએ રંગબેરંગી છત્રી લીધી હતી. મલાઇકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. આ તસવીરોને ચાહકો દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે.

Image source

મલાઇકાએ તેના વાળને બન સ્ટાઇલમાં બાંધ્યા હતા અને પગમાં સ્લાઇડર્સ કેરી કર્યા હતા. આ દરમિયાન તે મેકઅપ ફ્રી લુકમાં જોવા મળી હતી અને કોરોનાને ધ્યાને રાખી અદાકારાએ સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.