રાત્રે પાર્ટી કર્યા બાદ સવારે વહેલા ઉઠીને યોગા ક્લાસમાં પહોંચી મલાઈકા અરોરા, જોવા મળ્યો તેનો ફિટનેસ પ્રેમ, તસવીરો વાયરલ

રાત્રે બોયફ્રેન્ડ જોડે પાર્ટી કરી હતી અને સવારમાં તો યોગા ક્લાસમાં પહોંચી ગઈ, જુઓ તસવીરો

બોલીવુડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા તેની ફિટનેસને  હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, મલાઈકા પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ જિમ અને યોગા ક્લાસમાં જવાનું નથી ચૂકતી. આવું જ કંઈક ગઈકાલે રાત્રે પણ જોવા મળ્યું જેમાં મલાઈકા રાત્રે મોડા સુધી પાર્ટી કર્યા બાદ પણ સવારે યોગા ક્લાસમાં સ્પોટ થઇ હતી.

મલાઈકાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ફોટોગ્રાફરો તેના ઘર, જિમ અને યોગાક્લાસની બહાર હાજર રહેતા હોય છે અને તેને પોતાના કેમેરામાં કેદ કરે છે. ત્યારે આજે સવારે પણ મલાઈકા ખુબ જ શાનદાર અંદાજમાં યોગા ક્લાસની બહાર સ્પોટ થઇ હતી.

યોગા કલાસ માટે નીકળેલી મલાઈકા આ વખતે પણ ટાઈટ ફિટેટ કપડાંની અંદર જ પોતાના ફિટ એન્ડ કર્વી બોડીને ફ્લોન્ટ કરતી નજર આવી હતી. મલાઈકાનો આ લુક એવો હતો જેને બીજી છોકરીઓ પણ પોતાના જિમ વર્કઆઉટ સેશન માટે આરામથી પસંદ કરી શકે છે.

મલાઈકાએ આ કલાસ માટે બ્લેક અને બ્લૂનું કોમ્બિનેશન પસંદ કર્યું હતું. જેમાં તેનો અંદાજ ખુબ જ કાતિલ લાગી રહ્યો હતો.

મલાઈકાએ વર્કઆઉટ લેગિગ્સ પહેરી હતી. જેના ઉપર એબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટ હતી. જે તેને સુપર સ્ટાઈલિશ લુક આપી રહ્યો હતો.

લેગિગ્સની સાથે મલાઈકાએ સ્કિનફ્ટિ બ્લેક ટોપ પહેર્યું હતું. જેમાં ફૂલ સ્લીવ અને જુલ નેકલાઇન હતી. જે તેને ફૂલ કવરેજ આપી રહી હતી.

દર વખતની જેમ આ વખતે પણ મલાઈકાએ પોતાના આ લુક સાથે પોતાના મન ગમતા રીબોકના સફેદ સ્લાઇડર્સ પહેર્યા હતા.

અભિનેત્રીએ આ લુક સાથે પોતાના વાળને પણ સ્ટાઇલ કરીને પોની બનાવી હતી. તે તેના ઓવરઓલ લુકને વધારે ઈમ્પ્રેસીવ ટચ આપી રહ્યો હતો.

Niraj Patel