મનોરંજન

ફરી પસંદગીના ડ્રેસમાં નજરે આવી બેગમ કરીના, 5 ફોટોસ જોતા જ લોકો બોલ્યા કે કેટલા બચ્ચા પેદા કરીશ?

ફેવરિટ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતા આવી નજરે, લોકોએ કરી ટ્રોલ- જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન આજકાલ તેના પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે. થોડા દિવસ પહેલા કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે ધર્મશાળામાં વેકેશન મનાવીને મુંબઈ પરત ફરી છે.

Image source

એ વાતમાં કોઈ શંકા નથી કે, બૉલીવુડની બેગમ કરીના કપૂર ખાન તેની બીજી પ્રેગનેન્સીમાં બોલ્ડ રિસ્કી ડ્રેસ છોડીને એવા કપડાં પર હાથ અજમાવી રહી છે જેમાં ફેશનની સાથે -સાથે તે કમ્ફર્ટ પર રહી શકે છે. આ લિસ્ટમાં કફ્તાન સૌથી આગળ છે. કહેવાની જરૂર નથી કે જ્યારે પણ કરીના કપૂર ઘરની બહાર નીકળે છે, ત્યારે અભિનેત્રીની મેટરનિટી ફેશન હંમેશાં ટોચ પર હોય છે. થોડા દિવસ પહેલા કરીના તેના પ્રિય ડ્રેસમાં જોવા મળી હતી.

Image source

સિટી આઉટિંગ માટે કરીના કપૂરે ભારતીય ફેશન ડિઝાઇનર સાક્ષા અને કિન્ની દ્વારા ડિઝાઇન કરેલું આકર્ષક પીળો કફ્તાન પહેર્યું હતું, જેમાં અભિનેત્રીના સ્ટાઇલિશ લૂકે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. પોતાની પ્રેગ્નન્સી ગ્લોને કાયમ રાખવા માટે કરીનાએ આ યલો કફ્તાનને નો-મેક-અપ બ્રાઇટ લિપ શેડ અને મેસ્સી બન સાથે બેબો ગોલ્ડન ચંપલ પર પસંદગી આપી હતી. આ સાથે જ સફેદ માસ્ક પણ પણ પહેર્યું હતું.

Image source

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે સાઇડ સ્લિટ કાશ્મીરી ફ્લોરલ પ્રિન્ટ કફ્તાન પહેરીને તેની બેબી બમ્પ ફ્લોન્ટ કરી હતી, તેની કિંમત 18000 રૂપિયા છે, જે તમે ઇચ્છો તો ડિઝાઇનરની વેબસાઇટ પરથી ખરીદી શકો છો.

Image source

કરીનાએ હાલમાં જ તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેણે કહ્યું કે તે સૈફ અલી ખાન અને તૈમૂર અલી સાથે હિમાચલ પ્રદેશના ધર્મશાલા અને પાલમપુરમાં થોડા દિવસ આરામ કર્યા પછી મુંબઈ પરત ફરી રહી છે. કરીનાએ આ તસવીર સાથેનું કેપ્શન લખ્યું હતું, ‘બાય બાય પાલમપુર, કેવો મહાન અનુભવ છે અને મુંબઈ, હેલો. હું ઘરે આવું છું.’

જણાવી દઈએ કે સૈફ અલી ખાન તેની આગામી ફિલ્મ ‘ભૂત પોલીસ’ નું શૂટિંગ ધર્મશાલા અને પાલમપુરમાં અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે કરી રહ્યો હતો. આ દરમિયાન કરીના પણ વેકેશન માટે તૈમૂર સાથે પાલમપુર પહોંચી હતી. અભિનેત્રી મલાઈકા અરોરા પણ કરીના અને તૈમૂર સાથે જોડાઇ હતી.

કરીનાને તાજેતરમાં જ બીજા બાળકના નામ વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે તે તૈમૂરના નામના વિવાદથી શીખી ગયા છે અને કોઈ નામ પર વિચાર કર્યો નથી.