કાળા કપડાં અને ગુલાબી લિપસ્ટિક લગાવીને બહેન કરિશ્માના ઘરે પહોંચી કરીના કપૂર, દીકરા તૈમુરનો જોવા મળ્યો શાનદાર અંદાજ

દીદીની ઘરે પાર્ટી કરવા પહોંચી કરીના ખાન? જુઓ સ્ટાઈલિશ તસવીરો

હાલ બોલીવુડની સુંદર અભિનેય કરીના કપૂર પોતાની બીજી પ્રેગ્નેન્સીના દિવસોની મજા માણી રહી છે. આ દરમિયાન કરીનાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. કરીનાનાં પ્રેગ્નેન્સીમાં આરામ કરવાને બદલે પાર્ટીમાં અને મિત્રોને મળવા દરમિયાન સ્પોટ થાય છે.

પ્રેગ્નેન્સીમાં કરિનાની મેટરનિટી ફેશન પણ ચાહકોનું ધ્યાન ખેંચી રહે છે. સ્પોટ થતી કરીનાની અલગ અલગ તસવીરોમાં પણ કરિનાની આ ફેશન સેન્સ જોવા મળી રહી છે. કરીનાની ફેશનથી સૌ કોઈ ઈમ્પ્રેસ થતા જોવા મળે છે અને તેના કારણે જ તેની તસવીરો પણ વાયરલ થઇ જાય છે.

હાલ કરીના કપૂરને તેની મોટી બહેન કરિશ્મા કપૂરના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન પણ કરિનાનો અંદાજ ચાહકોનું ધ્યાન ખેંચનારો હતો.

કરીના કપૂરે પોતાની બહેનના ઘરે જવા માટે પોતાના માટે બ્લેક જોગર્સ પસંદ કર્યા હતા. તેની સાથે કરીનાએ સેમ રંગનું સ્વેટશર્ટ પણ મેચ કર્યું હતું.

કરીનાએ જે કપડાં પહેર્યા હતા. તે પુમા બ્રાન્ડના કપડાં હતા. તમને જણાવી દઈએ કે કરીના પુમા કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. થોડા સમય પહેલા જ આ બ્રાન્ડ માટે કરીનાએ એક યોગા ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

પોતાના આ કમ્ફર્ટ ક્લોથની સાથે બેબોએ પોતાના ફૂટવેર પણ સુપર કમ્ફર્ટેબલ પસંદ કર્યા હતા. તેને બ્રાઇટ પિન્ક કલરના સ્લાઇડર્સ પહેર્યા હતા. જે લાઈટ વેટ અને પહેરવામાં ખુબ જ સરળ હતા.

તો આદરમિયાન નાના નવાબ તૈમુરનો પણ ખુબ જ સ્ટાઈલિશ લુક જોવા મળ્યો હતો. તૈમુરે આ દરમિયાન ખાખી રંગના જોગર્સ અને તેની સાથે બ્લેક ટી શર્ટ પહેરી હતી. તો તેને પણ પોતાના લુકને વ્હાઇટ સ્નીકર્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

કરિશ્મા કપૂરને ફ્લેયર્ડ બ્લેક સ્કર્ટ અને તેની સાથે ટી-શર્ટ પહેરીને જોવામાં આવી હતી. આ સ્ટાઇલ કુલ એન્ડ શિકનું કોમ્બિનેશન હતું.

તો આ ઉપરાંત કરિશ્માના ઘરે તેની માતા બબીતા અને પિતા રણધીર પણ પહોંચ્યા હતા. આ બંને કમ્ફર્ટેબલ ક્લોથમાં નજર આવ્યા હતા.

Niraj Patel