જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે

સાસરાવાળાએ આ દીકરીને દહેજ મામલે ત્રીજા માળેથી માર્યો ધક્કો, કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું 17 વર્ષ બેડ પર રહી- પેઇન્ટિંગ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

જો દિલમાં કઈ કરવાની ચાહત હોય તો કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, જે-તે વ્યક્તિ હાર માન્યા વિના જ આગળ વધે છે અને દુનિયાને બતાવી દે છે કે તેઓએ હાર માનવાનું શીખ્યું જ નથી. આવા જ લોકો દુનિયાના કરોડો લોકોની ભીડમાં અનોખા તરી આવે છે. ત્યારે આજે વાત કરીએ એક એવી જ મહિલા વિશે કે જે પોતાના જીવનના 17 વર્ષ પથારીમાં જીવતી લાશની જેમ પડી રહી, પણ એનામાં જીવન જીવવાનું જોશ અને કંઈક કરી છૂટવાની હિમ્મત અકબંધ હતી.

Image Source

દહેજની લાલચમાં ઘરવાળાઓએ પ્રતાડિત કરી, અને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જેમાં તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. સાસરીવાળાની હિંસાનો શિકાર બનેલી પૂનમ રાય 17 વર્ષ સુધીય પથારીવશ રહી, પણ આજે તે પેઇન્ટિંગના ક્ષેત્રમાં વર્લ્ડરેકોર્ડ ધારક બની ચુકી છે.

Image Source

વારાણસીના રહેવાસી પૂનમના પિતા બિંદેશ્વરી રાય પીડબ્લ્યુડીમાં એન્જીનીયર હતા. તેમણે વર્ષ 1996માં પૂનમના લગ્ન પટનાના રહેવાસી એક એન્જીનીયર સાથે કરાવ્યા. પૂનમને લગ્ન બાદ ખબર પડી કે જેને લગ્નના સમયે પોતાની જાતને એન્જીનીયર જણાવ્યો હતો, એ તો માત્ર 12મુ ધોરણ જ પાસ હતો. દરમ્યાન દહેજના વિવાદને કારણે સાસરીવાળાએ પૂનમને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી જેમાં તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઇ ગયું. આ સમયે પૂનમની દીકરી પ્રિયા 2 મહિનાની જ હતી.

Image Source

આ ઘટના પછી પૂનમ પિયર આવી ગઈ. એ સતત 17 વર્ષો સુધી પથારીમાં જ રહી. કરોડરજ્જુ તૂટવાના કારણે તે ઉભી થઇ શકતી ન હતી. આ દરમ્યાન તેને ઈચ્છા થઇ કે કઈંક અલગ કરી બતાવશે. એટલે તેને પોતાના ભાઈને કહીને બીએચયૂથી પેઇન્ટિંગ ઓનર્સમાં એડમિશન લીધું. પછી પરીક્ષા પાસ કરીને 2001માં કાશી વિદ્યાપીઠથી ઇતિહાસમાં ગ્રેજ્યુએશન કરીને આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું.

Image Source

પૂનમે વર્ષ 2014માં વોકરની મદદથી ચાલવાનું શરુ કર્યું અને એ પછી તેને ઉત્તરપ્રદેશ સરકારના સમર કેમ્પમાં ભાગ લીધો. અહીંથી પૂનમના જીવનનને નવી રસ્તો મળ્યો અને તેને બિંદેશ્વરી રાય ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દ્વારા તે ગરીબ બાળકોની મદદ કરે છે. આ બાળકોને તે મફતમાં ડાન્સ, પેઇન્ટિંગ, અને યોગ શીખવાડે છે.

Image Source

વર્ષ 2017માં પૂનમ ચર્ચાઓમાં આવી જયારે તેને 648 મહિલાઓની વિભિન્ન મુદ્દાઓ 11 દિવસમાં જ કેનવાસ પર ઉતારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ પછી તેને મનાલીમાં મેરેથોન લોન્ગેસ્ટ પેઇન્ટિંગનો એવોર્ડ જીત્યો હતો. જેમાં 8 લોકોએ મળીને 50 ફુટ લાંબા અને 5 ફુટ પહોળા કેનવાસ પર 3 ડિગ્રી તાપમાનમાં પેઇન્ટિંગ કરી હતી.

Image Source

આ લોકસભાની ચૂંટણીઓ પહેલા જયારે વડાપ્રધાન મોદી વારાણસી પહોંચ્યા ત્યારે તેમને પૂનમ સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન પૂનમે વડાપ્રધાન મોદીને પેઇન્ટિંગ ભેટ કરીને પોતાના જીવનની ઘટના જણાવી હતી, જે જાણીને તેઓ પણ ભાવુક થઇ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks