જાણવા જેવું

લાઇસન્સ-RC બુક નહી હોય તો પણ પોલીસ તમારું કંઇ બગાડી નહીં શકે, આ સરળ કામ કરો બસ

આ મહિનાની શરૂઆતથી જ નવા ટ્રાફિક નિયમો લાગુ થયા છે, જે અનુસાર, હવે ટ્રાફિક ચલણની રકમમાં ખૂબ જ વધારો થયો છે. જો કે ઘણા રાજ્યોમાં સોફ્ટવેર અપડેટ થયા હોવાને કારણે આ નિયમો સોમવારના રોજ લાગુ થયા ન હતા, પણ હવે ધીરે-ધીરે આ નવા નિયમ અનુસાર ટ્રાફિક પોલીસે ચલણ ફાડવાનું શરુ કર્યું છે. પરંતુ જો તમારી પાસે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન હશે તો તમારું ચલણ નહિ ફાટે.

હવે તમે ક્યાય પણ જતા હોવ તમારી ગાડી લઈને કે પછી બાઈક લઈને અથવા તો કોઈની ભાડાની ગાડી લઈને જતા હશો તો પણ કોઈપણ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક અધિકારીએ વાહનના કાગળ ના હોવાને લીધે ચલણ નહિ ફાડી શકે. જયારે કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય કે ઘરે ભૂલી ગયા હોવ તો જે તમારે સેટિંગ કરવું પડતું હતું એ પણ હવે નહિ કરવું પડે. હકીકતમાં ગયા વર્ષે જ રોડ ટ્રાન્સપોર્ટ મીનીસ્ટ્રી અને SOPએ જાહેર કર્યું છે કે હવે ડ્રાઈવીંગ કરતા સમયે જો ઓરીજીનલ ડોક્યુમેન્ટ હાજર નહિ હોય તો ડીજીટલ કોપી પણ ચેક કરીને ચલાવવામાં આવશે. એટલે કે ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ તમારી પાસે હાજર નહિ હોય તો પણ DigiLocker અને mParivahan એપ પર આપ આપનાં દસ્તાવેજોની ઇલેક્ટ્રોનિક કૉપીને માન્ય ગણવામાં આવશે.

Image Source

આનો મતલબ છે કે હવે ગાડી કે બાઈક ચલાવતી સમયે તમારે ગાડીના કોઈપણ કાગળ સાથે રાખવાની જરૂરત નથી એટલા માટે જે પણ મિત્રોને ડર હતો કે ઓરીજીનલ કાગળ સાથે રાખવાથી તે ખોવાઈ જશે કે પછી કોઈ તેનો ગેરફાયદો ઉઠાવશે તો હવે એવું થશે નહિ. હવે તમે તમારા દરેક ડોક્યુમેન્ટ એ ડીજીટલ સ્વરૂપે સેવ કરી શકશો અને જયારે કોઈ અધિકારી કે ટ્રાફિક પોલીસ તમારી પાસે કોઈપણ ડોક્યુમેન્ટ માંગે ત્યારે તમે તેમાંથી તેમને તરત બતાવી શકશો.

Image Source

પરિવહન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હવે ડોક્યુમેન્ટ એ ડીજી લોકર (DigiLocker) અથવા એમ પરિવહન એપ (mParivahan)પર પોતાના ડોક્યુમેન્ટ સેવ કરી શકશે અને ખાસ વાત તો એ છે કે આના માટે તમારે કોઈપણ પ્રકારના પૈસા ખર્ચ કરવાના નથી હા મિત્રો આ બિલકુલ ફ્રી રહેશે. તમે જયારે જરૂરત હોય ત્યારે તેમાંથી ડોક્યુમેન્ટ ફોનમાં ડાઉનલોડ કરીને બતાવી શકશો. આ એપમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન એ ઓનલાઈન જ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે દરેક રાજ્યના અધિકારીઓને આ ઓર્ડર આપ્યો છે કે બને એટલી જલ્દીથી જલ્દી આ નિયમ લાગુ કરો અને જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના ડીજીટલ ડોક્યુમેન્ટ બતાવે તો તેને વેલીડ ગણવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ એપમાંથી ડોક્યુમેન્ટ તમે રીયલ ટાઈમ એટલે કે જયારે જરૂર પડે ત્યારે તરત કાઢીને જોઈ કે કોઈને બતાવી શકશો. પણ તેના માટે ખાસ જરૂરી છે કે તમે તમારા ડોક્યુમેન્ટ ડીજીટલ કરેલા હોવા જોઈએ, જો પછી એવું ના થાય કે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ ના હોય અને તમે કહો કે કાયદો છે કે હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વગર ચાલશે તો એવું નથી તમારી જોડે જયારે ડીજીટલ ડોક્યુમેન્ટ હોય ત્યારે જ તમે ઘરે રાખીને જઈ શકો છો.

Image Source

આ માટે તમારા ફોનમાં DigiLocker અને mParivahan એપ ડાઉનલોડ કરો. પછી સાઈન અપ કરવા માટે પોતાનો મોબાઈલ નંબર નાખો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. તેને નાખીને વેરિફાય કરો. આ પછી પોતાનું યુઝરનેમ અને પાસવર્ડ સેટ કરો. એટલું કરવાથી તમારું ડિજિલોકર એકાઉન્ટ બની જશે, જેમાં આધાર સાથે લિંક કરાવવાનો રહેશે. એ માટે આધાર નંબર નાખો એટલે આધાર સાથે જે મોબાઇલ નંબર લિંક હશે એમાં એક ઓટીપી આવશે, એ નાખ્યા પછી આધાર લિંક થઇ જશે. હવે ડિજિલોકરથી તમે પોતાની આરસી બુક, લાઇસન્સ, ઇન્સ્યોરન્સ વગેરેની કોપી ડાઉનલોડ કરી શકો છો અને પોલીસને બતાવી શકો છો. સાથે જ mParivahan એપમાં ગાડીના માલિકનું નામ, રજિસ્ટ્રેશનની તારીખ, મોડેલ નંબર, ઇન્સ્યોરન્સ વગેરેની જાણકારી રહે છે. જેથી હવે કોઈ પ પ્રકારના ડોક્યુમેન્ટ્સ સાથે લઈને ફરવું નહિ પડે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks