પોતાના કાળજાના કટકા લગ્ન માટે માતા-પિતા વર્ષોથી બચત કરતા હોય છે. જેથી તેની દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે. દીકરીના લગ્નને લઈને માતા-પિતાની ચિંતાની શરૂઆત ખર્ચાથી જ થાય છે. હાલમાં સરકાર દ્વારા દીકરીઓ માટે અલગ-અલગ યોજના હોય છે. પરંતુ સરકારી વીમા કંપની એલઆઇસી એટલે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા એક ખાસ સ્કીમ કાઢી છે. આ સ્કીમ હેઠળ દીકરીના લગ્નમાં 27 લાખ રૂપિયા મળશે.

પુત્રીઓના ભવિષ્ય માટે લોકો દીકરીઓના જન્મ થતા જ સારા રોકાણવાળી પોલિસીનું પ્લાનિંગ કરે છે. આજે અમે તમને એક એવી એલઆઇસી પોલિસીને લઈને જણાવવામાં આવે છે. જેમાં એલઆઇસીએ દીકરીના લગ્ન માટે જ પોલિસી બનવી છે. એલઆઇસીએ આ પોલીસીનું નામ કન્યાદાન યોજના રાખ્યું છે. આવો જાણીએ સમગ્ર પોલિસી વિષે.
જણાવી દઈએ કે, 25 વર્ષ પુરા થયા બાદ પોલીસીના નોમિનીને 27 લાખ રૂપિયા મળશે. આ યોજના હેઠળ દરરોજ 121 રૂપિયા એટલે લકે 3600 રૂપિયા મંથલી પ્રીમિયમ આપવામાં આવશે. પરંતુ જો તમે આનાથી ઓછા પ્રીમિયમ અથવા વધારે પ્રીમિયમ ઇચ્છતા હોય તો તે પ્લાન પણ મળી શકે છે.

આવો જાણીએ આ પોલિસી વિષે
25 વર્ષ માટે આ પોલિસી લેવામાં આવે છે.
22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
દરરોજના 121 રૂપિયા એટલે કે, લગભગ 3600 રૂપિયા
અધવચ્ચે જો વીમાધારકનું મૃયુ થાય તો પરિવારને નહિ દેવું પડે પ્રીમિયમ
દુર્ઘટના થવા પર મળશે દર વર્ષે પૈસા અને પ્રીમિયમ પણ નહીં દેવું પડે.
આ સિવાય પોલિસી લીધા બાદ વીમાધારકનું મૃત્યુ થઇ જાય છે તો પરિવારને આ પોલીસીનું કોઈ પ્રીમિયમ નહીં ભરવું પડે.
દર વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સિવાય 25 વર્ષ પુરા થયા બાદ પોલીસીના નોમીનીને 27 લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે.
પિતાના મૃત્યુ પર પરિવારને તત્કાલ 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તો અકસ્માતમાં પિતાનું મોત થતા આ રકમ 20 લાખ હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.