ખબર

LIC પોલિસીધારકો માટે ખુશખબર: પોલિસીના બદલાઈ ગયા આ નિયમો, ફાયદાકારક માહિતી વાંચો

ભારતની સૌથી મોટી વીમા કંપની LIC દ્વારા પોટર્સના ગ્રાહકો માટે એક ખુશીના સમાચાર આપ્યા છે. જો તમે LICની પોલિસી લીધી હોય અને કોઈ કારણોસર તમે પ્રીમિયમ ના ભરી શક્યા હોય અને એવા સંજોગોમાં જો પોલિસી બંધ થઇ ગઈ હશે તો આ યોજના દ્વારા એ પોલિસીને ફરી શરૂ કરી શકાશે.

Image Spurce

LIC દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે જે ગ્રાહકોની પોલિસી બંધ થયાને બે વર્ષ થઇ ગયા હોય અને આ પહેલા તેમને આ પોલિસી રીન્યુ કરવા માટે LIC દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હોય તેવી પોલિસીને ફરી શરૂ કરી શકાશે.

Image Spurce

એલઆઇસી દ્વારા લેવાયેલા આ નિર્ણય દ્વારા તેના પોલિસીધારકોને ઘણો જ મોટો ફાયદો થવાનો છે. કોઈ કારણોવશ જો તમે બે વર્ષથી કે એ પહેલાથી તમારી પોલીસીનું પ્રીમિયમ નથી ભરી શક્યા તો આ નિયમ અંતર્ગત તમે તમારી લેપ્સ થયેલી પોલિસીને ફરી શરૂ કરી શકશો.

 

એલાઈસીના મેનેજિંગ ડિરેક્ટર વિપિન આનંદનું આ બાબતે કહેવું છે કે “જીવન વીમો ખરીદવાનો નિર્ણય એ દરેક ગ્રાહક માટે મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. સંજોગો વસાત, કેટલીકવાર કોઈ કારણોસર પ્રીમિયમ અને પોલિસી લેપ્સ એકત્રિત કરવું શક્ય હોતું નથી. જૂની પોલિસીને પુનર્જીવિત કરવી એ નવી નીતિ લેવા કરતાં વધુ સારો નિર્ણય છે.”

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.