ગાંધીનગરમાં માત્ર 25 વર્ષના મહિલા કોસ્ટબલ નિશાએ નમર્દા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવી દીધું, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી તો આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર આપઘાતના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પોલિસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ તો આત્મહત્યા અંગે કોઇ કારણ સામે આવ્યુ નથી. મહિલા કોન્સ્ટેબલે કેનાલમાં કૂદીને જીવનનો અંત આણી દીધો હતો.

મહિલા કોન્સ્ટેબલે 16 એપ્રિલના રોજ અડાલજ પોલિસમથકની હદમાંથી પસાર થતી કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. જયારે તેમની લાશ કલોલ જાશપૂર ગણપતપુરા સાયફનમાંથી મળી આવી હતી.જે બાદ સાંતેજ પોલિસે મોતનો ગુનો નોંધ્યો હતો. હાલ તો એવા સવાલ ઊભા થઇ રહ્યા છે કે મહિલા કોન્સ્ટેબલે આખરે કયા કારણે આપઘાત કર્યો. ઘટનાની વિગત તપાસીએ તો, મહિલા કોન્સ્ટેબલ નિશા ઘરેથી નોકરી પર જવાનું કહી નીકળ્યા હતા અને તે બાદ તેમનું એક્ટિવા બિનવારસી મળી આવ્યુ હતુ.

જેમાં એક ચબરખીમાં મોબાઇલનો પાસવર્ડ અને એક નંબર લખેલો હતો. નિશાના લગ્ન પંદરેક મહિના અગાઉ દહેગામના બ્રિજેશ સાથે થયા હતા. નિશા લોકરક્ષક તરીકે ગાંધીનગર જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે LIB શાખામાં ફરજ બજાવતા હતા અને તેમનો પતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો.16 એપ્રિલના રોજ નિશા ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળી હતી.

પરંતુ તે ફરજ પર પહોંચી ન હતી અને તે બાદ તે મોડી રાત સુધી ઘરે પરત ફરી નહિ અને તે બાદ પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ જ દરમિયાન નિશાનું એક્ટિવા અડાલજ પોલીસ મથકની હદમાંથી પસાર થતી નર્મદા કેનાલ નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું અને એક ચબરખી પણ મળી આવી હતી. જે બાદ પોલિસે ફાયર બ્રિગેડની મદદથી નિશાની કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી. પરંતુ તે મળી ન હતી.

જે બાદ નિશાની વિકૃત હાલતમાં લાશ કલોલ જાસપુર ગણપતપૂરા સાયફનમાંથી લગભગ 18 એપ્રિલના રોજ બપોરના સમયે મળી આવી હતી. પોલિસ અનુસાર હાલ તો નિશાએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યુ નથી. પરંતુ બંને પરિવારોની પૂછપરછ કરતાં એવું સામે આવ્યુ કે, નિશા સેન્સિટિવ સ્વભાવની હતી.નિશાની લાશ કેનાલમાંથી મળી આવી ત્યારે તેના મોઢાના ભાગે ગંભીર ઈજાના નિશાન તેમજ જીભ પણ બહાર નીકળી ગયેલી હાલતમાં હતી.