મનોરંજન

ઓછું ભણેલી છે આ 12 અભિનેત્રીઓ, 9 નંબરની અભિનેત્રીએ તો 6ઠ્ઠા ધોરણમાં જ છોડી દીધો હતો અભ્યાસ

બોલિવૂડમાં અભિનેત્રીઓ ખૂબ જ નાની ઉંમરે પ્રવેશ કરી લેતી હોય છે. બોલિવૂડમાં આવતા જ તેઓ પોતાનો અભ્યાસ છોડી પણ દે છે. તાજેતરમાં જ બોલિવૂડની ભુલાઈ ગયેલી એક અભિનેત્રી મયુરી કાંગો ગૂગલ ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી હેડ બની ગઈ છે. ત્યારે આપણા મનમાં એક સવાલ જરૂરથી ઉઠે કે બોલિવૂડની અભિનેત્રીઓ કેટલું ભણી હશે? તો ચાલો આજે આપણે જાણીએ 12 એવી અભિનેત્રીઓ જે ઓછું ભણેલી છે.

1. કેટરિના કૈફ

Image Source

બોલિવૂડની હોટ અભિનેત્રી કેટરિના કૈફ 14 વર્ષની ઉંમરે જ મોડેલિંગની દુનિયામાં આવી ગઈ અને તેને કારણે પોતાનો અભ્યાસ કરી શકી નથી. આમ પણ તેમનો પરિવાર એક દેશથી બીજે દેશ જઈને સ્થાયી થતો હતો જેને કારણે તેને બાળપણમાં કોઈ શાળામાં જઇ અભ્યાસ નથી કર્યો, તેના માટે ઘરે જ અભ્યાસ થતો હતો.

2. રાખી સાવંત

Image Source

વિવાદોની ક્વીન તરીકે જાણીતી રાખી સાવંતનું સાચું નામ નીરુ ભેદા છે. રાખીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે, જો કે રાખી સાવંતે મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેને પોતાની શૈક્ષણિક લાયકાત અભણ જણાવી હતી. તેને આવું કેમ કર્યું એ તો એ જ જાણે.

3. આલિયા ભટ્ટ

Image Source

રાઝી, હાઇવે, ગલીબોય જેવી હિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી આલિયા ભટ્ટ વધુ ભણેલી નથી. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કર્યા પછી આલિયાએ સ્કૂલ પછી જ પોતાની ફિલ્મી કારકિર્દી શરુ કરી દીધી હતી. સતત મળી રહેલી ઓફરના કારણે તેને 12માં ધોરણ પછી અભ્યાસ છોડી દીધો છે.

4. દીપિકા પાદુકોણ

Image Source

બોલિવૂડની લીલા દીપિકા પાદુકોણએ પોતાનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું નથી. બેંગ્લોરમાં માઉંટ કાર્મેલ કુલથી અભ્યાસ કર્યા બાદ તેને આગળ અભ્યાસ કરવા માટે ઇગ્નુમાં પ્રવેશ લીધો હતો, પણ મોડેલિંગના એસાઇનમેન્ટસના કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી ન શકી.

5. કંગના રાનૌત

Image Source

બોલિવૂડમાં પોતાના દમ પર ફિલ્મો હિટ કરનાર અભિનેત્રી કંગના રનૌત 12માં ધોરણમાં નાપાસ થઇ હતી અને એ પછી તેને આગળ ભણવાનો ઈરાદો છોડી દીધો અને મોડેલિંગ માટે દિલ્હી અને પછી મુંબઈ આવી ગઈ. કંગના ઘણીવાર કહી ચુકી છે કે શરૂઆતમાં તેમના અંગ્રેજીનાં કારણે તેમનું મજાક ઉડાવવામાં આવતું હતું.

6. કાજોલ દેવગણ

Image Source

કાજોલ બોલિવૂડની ટેલેન્ટેડ એન્ડ સુંદર અભિનેત્રીઓમાંની એક ગણાય છે, પણ બદનસીબે તે પોતાનું શાળાનું શિક્ષણ પૂરું કરી શકી નહિ. કારણ કે તે 17 વર્ષની ઉંમરે જ બોલિવૂડમાં પ્રવેશી ચુકી હતી.

7. સોનમ કપૂર

Image Source

મુંબઈના આર્ય વિદ્યા મંદિરથી 12 ધોરણ સુધી ભણ્યા બાદ સોનમ કપૂરે ગ્રેજ્યુએશન કરવા માટે એડમિશન તો લીધું પરંતુ અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો અને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી લીધી. એક ઇન્ટરવ્યૂમાં સોનમે કહ્યું હતું, ‘મેં 12માં ધોરણનો અભ્યાસ વચ્ચેથી જ છોડી દીધો અને અભિનેત્રી બની ગઈ, કારણ કે હું 4 વર્ષ સુધી રાહ જોઈ શકતી ન હતી.’

8. પ્રિયંકા ચોપરા

Image Source

વર્ષ 2000માં મિસ વર્લ્ડ બનેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેનું ગ્રેજ્યુએશન પૂરું કરી શકી નહીં. હંમેશાથી જ તેનું સપનું હતું કે તે ક્રિમિનલ સાયકોલોજીસ્ટ બને, પણ કેટલીક ફિલ્મો અને મોડેલિંગ એસાઇનમેન્ટસ તેના રસ્તામાં આવી ગયા અને તેનો અભ્યાસ છૂટી ગયો.

9. કરિશ્મા કપૂર 

Image Source

કરિશ્મા કપૂર ફક્ત પાંચમું ધોરણ પાસ છે. છઠઠા ધોરણમાં તેને અધ્વચ્ચેથી જ અભ્યયાસ છોડી દીધો અને પોતાની ફિલ્મોની કારકિર્દીની શરૂઆત કરી હતી. કરિશ્મા 90ના દાયકાની સફળ અભિનેત્રીઓમાંની એક છે.

10. શ્રીદેવી

Image Source

સુંદર અભિનેત્રી શ્રીદેવીએ બાળકલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી જ તેમને અભ્યાસમાં કોઈ જ પ્રકારની રુચિ રહી ન હતી અને તેમને માંડમાંડ 10મુ પાસ કર્યું હતું.

11. ઐશ્વર્યા રાય બચ્ચન

Image Source

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ક્યારેય પણ ભણતરમાં રુચિ ધરાવતા ન હતા અને તે પરીક્ષામાં સામાન્ય માર્ક્સ જ લાવતા હતા. તે કોલેજમાંથી પણ અડધેથી જ નીકળી ગઈ હતી. તે એક વર્ષ માટે જયહિન્દ કોલેજ ગઈ હતી પણ તેને મોડેલિંગના ઘણા પ્રસ્તાવો મળ્યા હતા, જેથી તેને પોતાનો અભ્યાસ અધૂરો જ છોડી દીધો.

12. કરીના કપૂર ખાન

Image Source

બાળપણથી જ કરીના કપૂરને લાઇમલાઇટમાં આવવું હતું. મીઠીબાઇ કોલેજમાં બે વર્ષ કોમર્સ ભણ્યા બાદ તેને લૉમાં રસ પડતા તેને અભ્યાસ છોડી દીધો અને પછી તેને મોડેલિંગ પર ફોકસ કરવા માંડ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks