હરણનો શિકાર કરવા માટે એવી રીતે લપાઈનો બેઠો હતો દીપડો કે લાગ આવતા જ લગાવી એવી છલાંગ કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે.. જુઓ વીડિયો

જંગલમાં ઘાસ ખાતા હરણને ખબર પણ નહોતી કે મોત થોડા કદમ જ દૂર ઉભું છે, દીપડાએ એવી ચાલાકીથી કર્યો શિકાર કે જોનારાની આંખો થઇ ગઈ ચાર… જુઓ વીડિયો

જંગલમાં પ્રાણીઓ એકબીજાનો શિકાર કરતા હોય છે, તેમાં પણ સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ જયારે શિકાર પર નીકળે ત્યારે બીજા પ્રાણીઓ પોતાનો જીવ બચાવીને ભાગતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ તમે આવા પ્રાણીઓના શિકારના ઘણા વીડિયો જોયા હશે. આ સાથે એક એવું જ પ્રાણી છે દીપડો જે પોતાના શિકાર પર ખુબ જ ચાલાકીથી હુમલો કરે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં દીપડાના શિકાર કરવાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ક્લિપમાં જંગલનું અદ્ભુત દૃશ્ય કેપ્ચર થયું હતું. વીડિયોની શરૂઆતમાં જંગલમાં જંગલી ઘાસ પર લટાર મારતો દીપડો હરણનો શિકાર કરવા ધીરજપૂર્વક રાહ જોતો હોય છે તેવું જોવા મળી રહ્યુ છે. તે જમીન પર ઘસડાઈને હરણને ખબર ના પડે તેમ આગળ વધતો રહે છે.

દીપડાની આ ચાલાકી જોઈને લોકો પણ હેરાન રહી જાય છે. ધીમે ધીમે દીપડો આગળ વધે છે, હરણને પણ ખબર નથી કે તેનું મોત તેનાથી બસ થોડા જ પગલા દૂર છે, ધીમે ધીમે દીપડો એક ઝાડની પાછળ ચાલ્યો જાય છે અને હરણ તેને જોઈ નથી શકતું, પછી લાગ આવતા જ દીપડો હરણ પર હુમલો કરે છે, હરણ બચવા માટે ભાગવા જાય છે પણ દીપડો તેને પકડી લે છે.

આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી રમેશ પાંડેએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું છે.. “દીપડા હોંશિયાર અને ચોરી છુપા હોય છે…!” ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. ઘણા લોકો દીપડાની ચાલાકીના વખાણ પણ કરે છે. તો ઘણા લોકોને આ દૃશ્ય જોઈને રૂંવાડા પણ ઉભા થઇ ગયા.

Niraj Patel