લપાઈને બેઠો હતો દીપડો, ત્યારે જ પકડવા ગયા પોલીસકર્મીઓ અને પછી દીપડો એવો વિફર્યો કે પોલીસકર્મીઓના હાલ કર્યા બેહાલ, જુઓ વીડિયો

દીપડોએ વન્ય જીવ છે અને તે ખુબ જ ખતરનાક પણ હોય છે, આપણે ઘણીવાર રહેણાક સ્થળો ઉપર અને જાહેર રસ્તા ઉપર ક્યારેક દીપડાને જોયો જ હશે, ઘણીવાર દીપડો રહેણાંક વિસ્તારમાં આવી જવાની પણ ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે રૂંવાડા ઉભા કરી દેનારો છે.

હરિયાણાના પાણીપત જિલ્લાના બહરમપુર ગામમાં રાત્રિના અંધારામાં એક દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડો દેખાતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે પોલીસ અને વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દરમિયાન રેસ્ક્યુ દરમિયાન દીપડાએ SHO સહિત 3 લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સનૌલી પોલીસ સ્ટેશનના એસએચઓ જગજીત સિંહ, વન્યજીવ નિરીક્ષક પ્રદીપ કુમાર, ડોક્ટર અશોક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

3 લોકો ઘાયલ થયા પછી પણ ટીમ હિંમત હારી નથી. હિંમત બતાવીને, ટીમે આખરે દીપડાને રોકી લીધો, ટ્રાન્ક્વીલાઈઝરને બરાબર લક્ષ્યમાં રાખ્યું. જેના કારણે તે થોડીવારમાં બેભાન થઈ ગયો અને તેને કાબૂમાં લેવામાં આવ્યો. જણાવી દઈએ કે બહેરામપુર ગામના એક ખેડૂતે ચારો કાપતી વખતે દીપડાને રખડતો જોયો અને ભાગીને ગામને જાણ કરી.

આ પછી બાપૌલી પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. મોડી રાત સુધી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અગાઉ બાપોલી અને સનૌલી પોલીસ સ્ટેશનની પોલીસે ગ્રામજનોની મદદથી દીપડાને પકડવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

પોલીસે ખેતરોની આજુબાજુ જાળી ગોઠવી હતી. આ સાથે જ દીપડો હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે એસપી શશાંક કુમાર સાવનને જાણ કરી હતી. બીજી તરફ દીપડાને પકડવાની પ્રક્રિયામાં SHO જગજીત સિંહ ઘાયલ થયા હતા. વન વિભાગની ટીમે દીપડાને બેભાન હાલતમાં પકડીને સાથે લીધો હતો. જે બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

એસએચઓ જગજીત સિંહનું કહેવું છે કે યમુનાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જંગલ છે. અહીં જંગલી પ્રાણીઓ હોઈ શકે છે. દીપડો જંગલમાંથી બહાર આવ્યો હશે. દીપડાને 5 કલાકની મહેનત બાદ રાત્રે 11 કલાકે પકડવામાં આવ્યો હતો.

Niraj Patel