ખાટલા વડે કુવામાં પડેલા ચિત્તાને કંઈક આવી રીતે બચાવ્યો લોકોએ, જોઈને તમે પણ હેરાન રહી જશો

વન વિભાગના અધિકારીઓ હંમેશા મુસીબતમાં ફસાયેલા જંગલી જાનવરોનો જીવ બચાવવા માટે ખુબ સક્રિય રહે છે. એવામાં તાજેતરમા જ કુવામાં પડેલા ચિત્તાને બચાવવા વન વિભાગના અધિકારીઓએ એવી ટેક્નિક અપનાવી કે જોઈને દરેક કોઈ તેની પ્રંશસા કરી રહ્યા છે. વન વિભાગના અધિકારી સુશાંત નંદાએ ચિત્તાના રેસ્કયુનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને જોઈને લોકો તેની આ અનોખી ટેક્નિકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

વિડીયો શેર કરીને સુશાંત નંદાને કેપ્શનમા લખ્યું કે,”જો જંગલી જાનવરોના આવાસની આસપાસના કુવાઓને બંધ કરી દેવામાં આવે તો આવી ઘટનાઓ ઓછી થઇ જશે”. આ સિવાય સુશાંત નંદાએ ચિત્તાના રેસ્ક્યુ માટે અપનાવેલી આ જૂની ટેક્નકની ખુબ પ્રશંસા કરી અને તેને ‘મોહેંજો દડો હડપ્પા ટેક્નિક’ જણાવી હતી. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી ચુક્યો છે. જો કે, આ ઘટના ક્યાંની છે તે હજી સુધી જાણી શકાયુ નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ચિત્તો કુવામાં ફસાઈ ગયો છે. કુવામાં પ્લાસ્ટિકની દોરીથી બનેલા ખાટલાને દોરડાઓ વડે બાંધીને કુવામાં ઉતારવામાં આવે છે, જેના પછી ચિત્તો ખાટલા પર બેસી જાય છે અને ખાટલો ધીમે ધીમે ઉપર લાવવામાં આવે છે. જેવો જ ખાટલો ઉપર સુધી પહોંચે છે કે ચિત્તો કૂદકો મારીને કૂવાની બહાર આવી જાય છે અને જંગલ તરફ ભાગી જાય છે.

ત્યાં હાજર લોકોને જરા પણ નુકસાન પહોંચાડ્યા વગર ચિત્તો જંગલ તરફ પાછો ફરે છે. ઘણા લોકોએ બચાવ માટે વન વિભાગના અધિકારીઓની પ્રશંસા કરી હતી જ્યારે અમુક લોકોએ બાળકો તેમજ જંગલી પ્રાણીઓને જોખમથી બચવા માટે ખુલ્લા કુવાઓને ઢાંકવાનો આગ્રહ કર્યો છે.

Krishna Patel