અબોલા જીવને ક્યાં ખબર હતી કે કાળ તેને આ રીતે ભરખી જશે, ઘરની રખેવાળી કરવા માટે ઘરની બહાર બેઠેલા શ્વાનને મળ્યું એવું દર્દનાક મોત કે જોઈને તમારો આત્મા પણ કંપી ઉઠશે

ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું ! લાઈવ મોત થઇ કેમેરામાં કેદ.. જોઈને તમારો આત્મા પણ કંપી ઉઠશે

દેશના ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓના હુમલાઓ વધતા જતા જોવા મળી રહ્યા છે. આમાંના મોટાભાગના હુમલા દીપડાઓ દ્વારા રાત્રિના સમયે કરવામાં આવે છે. જેના કારણે લોકોના મનમાં ડર વસી ગયો છે. સોશિયલ મીડિયામાં પણ દીપડાના આવા હુમલાઓના વીડિયો વાયરલ થતા હોય છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં એક દીપડો ઘરમાં ઘૂસીને કૂતરાનો શિકાર કરતો જોવા મળ્યો હતો. હવે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે.

તાજેતરમાં જ એક હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે મહારાષ્ટ્રના નાસિકના મુંગસરે ગામમાંથી. જ્યાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલા દીપડાએ એક પાળેલા શ્વાનને પોતાનો શિકાર બનાવ્યો છે. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થતી જોવા મળી રહી છે. જેમાં જોઈ શકાય છે કે રાત્રીના અંધારામાં શિકાર કરવા નીકળેલ દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસી જાય છે.

જે પછી તે પાલતુ શ્વાનની ગંધ આવતા તે ઘરની આસપાસ ચક્કર લગાવવા લાગે છે. ભયનો અહેસાસ થતાં, પાલતુ શ્વાન તેના પર તરત ભસવા લાગે છે, પહેલા તો દીપડો ડરીને ભાગવા લાગે છે, જ્યારે તેને પાછળથી કોઈ આવતું ન જોતાં તે ઘરમાં ઘૂસી જાય છે અને શ્વાનને પોતાનો શિકાર બનાવે છે.

હાલમાં, મુંગસેરે ગામમાં ઘૂસીને પાળેલા શ્વાનનો શિકાર કર્યાના સમાચારથી દરેકને આશ્ચર્ય થયું છે, જ્યારે સાંજ થતા જ દરેક લોકો પોતપોતાના ઘરોમાં પ્રવેશી રહ્યા છે. આવી સ્થિતિમાં, નાસિક વન વિભાગના અધિકારી પંકજ ગર્ગનું કહેવું છે કે મુંગસેરે ગામના લોકોએ રાત્રિ દરમિયાન તેમના ઘરની અંદર રહેવું જોઈએ કારણ કે આ વિસ્તારમાં દીપડાની પ્રવૃત્તિ વધી છે. આ સાથે તેમણે મુંગસરે ગામના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

Niraj Patel