ગેટ કૂદીને ઓસળીમાં આવ્યો દીપડો, પછીનો નજારો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ વીડિયો

અંધારી રાત્રે ગેટ કૂદીને ઘરમાં આવ્યો દીપડો, દીપડાએ જે કર્યું તે જોઈને આંખો ફાટી જશે, આખી ઘટના થઇ CCTVમાં કેદ

દીપડો ઘણા ખૂંખાર પ્રાણીઓમાંથી એક માનવામાં આવે છે, ગુજરાતમાં પણ ઘણીવાર દીપડો જોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ખાસ કરીને ગીર-જૂનાગઢમાં દીપડાઓ અને સિંહ છેક ઘર સુધી પણ આવી જતા હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે.

પરંતુ હાલ એક દીપડાનો જે વીડિયો સામે આવી રહ્યો છે તે જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. જેમાં એક દીપડો ઘરનો મોટો એવો લોખંડનો ગેટ કૂદીને ઓસળીમાં ઘુસી જાય છે અને પછી જે કરે છે તે ખરેખર હેરાન કરી દેનારું છે. આ ઘટનાનો વીડિયો ઘર આગળ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ઘરની બહાર મોટો એક લોખંડનો ગેટ લાગેલો છે, અને ગેટની અંદર ઓસળીમાં એક કૂતરું ભસી રહ્યું છે, ત્યારે જ અચાનક એક દીપડો ગેટ કૂદી અને અંદર આવે છે, આ જોઈને ગેટની અંદર ઉભેલું કૂતરું પણ ભાગી જાય છે, પરંતુ દીપડો ઘરની ઓસળીમાં આવે છે.

ઘરની ઓસળીમાં આવીને દીપડો કૂતરાને પોતાના મોઢામાં દબોચી લે છે અને પછી તેની સાથે જ આખો ગેટ કૂદી ગેટની બહાર ચાલી જાય છે.સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ રહ્યો છે અને ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જો કે આ વીડિયો હાલ ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel