“લાલચ બુરી બલા છે” એ કહેવતને સાર્થક કરતો આ વીડિયો જોઈ લો, દીપડાને એક કરતા વધારે સુવરનો શિકાર કરવો પડ્યો મોંઘો… જુઓ
Leopard Hunts Boar Video : જંગલના મોટા પ્રાણીઓ હંમેશા નાના પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. તમે ઘણીવાર સોશિયલ મીડિયામાં જંગલી પ્રાણીઓના શિકાર કરવાના ઘણા વીડિયો પણ જોયા હશે. જેમાં જોઈ શકાય છે કે આ પ્રાણીઓ પોતાનો શિકાર એક વાર પકડી લે તો પછી છોડતા પણ નથી. પરંતુ કેટલીક વાર નાના પ્રાણીઓ આ પ્રાણીઓને ચકમો આપવામાં પણ સફળ બને છે.
હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દીપડાના મોઢામાં શિકાર આવી ગયો હોવા છતાં તેને વધારે લાલચ રાખવી મોંઘી પડી અને પોતાના શિકારથી હાથ ધોવા પડ્યા. વાયરલ ક્લિપ ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. સાથે જ તેમણે તેના દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
તેમને કેપ્શનમાં લખ્યું છે “આ દીપડો એ સિદ્ધાંત ભૂલી ગયો કે હાથમાં એક પક્ષી ઝાડીમાં છુપાયેલા બે પક્ષીઓ સમાન છે.” માત્ર 12 સેકન્ડની આ ક્લિપમાં જોઈ શકાય છે કે દીપડો ઝડપથી જંગલી સુવરને પકડી લે છે. પરંતુ પછી દીપડો ત્યાં બીજા સુવરને જુએ છે, તેને પકડવાની પ્રક્રિયામાં, તે મોઢામાં પકડેલા સુવરને છોડીને બીજા તરફ ભાગી જાય છે.
This leopard forgot the golden principle-a bird in the hand is worth two in the bush😊😊 pic.twitter.com/KwQUKlRzia
— Susanta Nanda (@susantananda3) July 3, 2023
જેના કારણે તેના જડબામાં દબાયેલો શિકાર છૂટી જાય છે અને ભાગી જાય છે. તો બીજી તરફ જે સુવરના બીજા બચ્ચા તરફ તે ભાગ્યો હતો તે પણ તેને ચકમો આપવામાં સફળ રહે છે. આ રીતે દીપડાના હાથમાંથી બંને શિકાર ચાલ્યા જાય છે. ત્યારે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.