જણાવો આ તસવીરોમાં ક્યાં છૂપાયો છે દીપડો, મગજ ફરી જશે પણ શોધી નહીં શકો

આ તસવીરે તો સોશિયલ મીડિયાને કર્યું ગાંડુ, કોઈની પાસે નથી જવાબ

સોશિયલ મીડિયા પર આજકાલ લાખો તસવીરો પોસ્ટ થાય છે જેમાની ઘણી તસવીરો તો એટલી વિચિત્ર હોય છે કે આપણે પહેલી નજર તો સમજી જ નથી શકતા. કારણે કે આ તસવીરોમાં એવી વસ્તુઓ છુપાયેલી હોય છે જેને વારંવાર જોયા બાદ જ આપણને દેખાય છે. આવી જ એક તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેને જોઈને દરેક લોકો મુંજવણમાં મુકાઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલી આ તસવીરમાં એક દિપડો છુપાયેલો છે પરંતુ તે એવી જગ્યાએ બેઠો છે જેને પ્રથમ નજરમાં શોધવો ખુબ મુશ્કેલ છે. તેથી જ લોકો આ દીપડાને શોધવા માટે મહેનત કરી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

આ તસવીરમાં પ્રથમ તો તમને ઘણા બધા વૃક્ષ અને ઘાસ જ દેખાશે. તેમ છતા તેમા છુપાયેલા દીપડાને શોધવા માટે લોકો પોતાની બાજ નજરને કામે લગાડી રહ્યા છે. જો કે તેમાના મોટા ભાગના લોકો પ્રયત્ન કરવા છતા દીપડાને શોધી શક્યા નથી. જેથી ઘણા લોકો કંટાળીને કહેવા લાગ્યા કે આ લોકોને મૂર્ખ બનાવવાનું કામ છે. જો કે થોડા સમય બાદ કોઈ વ્યક્તિએ દીપડીને શોધી કાઢ્યો અને તેની તસવીર પણ શેર કરી.

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયા પર આ તસવીર અમિત મેહરા નામના યૂઝરે શેર કરી છે. આ તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ તસવીરમાં એક દીપડો છૂપાયેલો છે તેને શોધવાની કોશીશ કરો. હવે જોઈએ છીએ કે તમારા માંથી કેટલા લોકો આ તસવીરમાં દીપડાને શોધી શકે છે. આ તસવીર શેર કર્યા બાદ હજારો લોકો લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે અને દીપડાને શોધવાની કોશીશ કરી રહ્યા છે.

YC