પાણીના રાજા મગરને પણ આ નાના એવા દીપડાએ ધૂળ ચાટતો કરી દીધો, જુઓ વીડિયોમાં કેટલી ચાલાકીથી મગરને મોતની ઊંઘ સુવડાવી દીધી

પાણીની અંદરનો રાજા મગર હોય છે, તેનામાં એટલી તાકાત હોય છે તે કોઈનો પણ શિકાર કરી શકે છે. એટલા માટે જ તો એવું કહેવામાં આવે છે કે, “પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ના કરાય.” મગરને પાણીનો ‘ભયંકર રાક્ષસ’ પણ કહેવામાં આવે છે. પાણીની અંદર મગર સાથે અથડાવાનો અર્થ એ છે કે પોતાના મોત પર મિજબાની કરવી. એટલા માટે જ દરેક નાના-મોટા પ્રાણી મગરથી દૂર રહે છે.

તમે એવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં મગર પાણીમાંથી બહાર આવીને કોઈ પ્રાણીનો શિકાર કરે છે. ઘણા એવા વીડિયો સામે આવ્યા છે જેમાં મગર સિંહ કે દીપડાનો શિકાર કરતો જોવા મળે છે. જેના બાદ તે આ પ્રાણીઓને પાણીની અંદર લઈ જઈને ડુબાડી દે છે અને તેના માંસથી પોતાનું પેટ ભરે છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો તેનાથી તદ્દન વિપરીત છે.

વાયરલ વિડીયો જોયા બાદ તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે. આમાં એક દીપડો પાણીમાં ઘૂસીને મગરનો શિકાર કરતો જોવા મળે છે. વાયરલ વીડિયો જોઇને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મગર પાણીમાંથી બહાર આવીને રેતીમાં આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન, એક દીપડો મગરનો શિકાર કરવા પાણીમાં ઉતરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપડો દૂરથી ઓચિંતો હુમલો કરીને મગરની નજીક પહોંચે છે અને અચાનક તેની ગરદન પકડી લે છે. દીપડાએ જે રીતે મગરનો શિકાર કર્યો છે, તેના માટે ઘણી હિંમતની જરૂર છે. કોઈના ઘરમાં ઘૂસીને તેને મારવો એ બહાદુરીનું કામ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપડો મગરને તેના દાંતમાં ત્યાં સુધી પકડી રાખે છે જ્યાં સુધી મગર મોતને ના ભેટે. આ વાયરલ વીડિયોને જોઈને લોકો હેરાન રહી ગયા છે.

Niraj Patel