નારિયેળીના ઝાડ ઉપર ચઢીને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા બે દીપડા, વીડિયો જોઈને લોકોને પણ નથી થઇ રહ્યો પોતાની આંખો ઉપર વિશ્વાસ

દીપડો ખુબ જ ચાલાક પ્રાણી હોય છે, તે ક્યારે અને ક્યાંથી આપણી ઉપર હુમલો કરી દે તેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. આવો વીડિયો કદાચ જોનારાએ પણ પહેલીવાર જોયો હશે, કારણ કે આ વીડિયોમાં બે દીપડાઓ જમીન ઉપર નહિ પરંતુ નારિયેળીના ઝાડ ઉપર ઝઘડતા જોવા મળી રહ્યા છે.

આ ક્લિપ ભારતીય વન સેવા (IFS)ના અધિકારીએ 18 સપ્ટેમ્બરે શેર કરી હતી. તેમણે કેપ્શનમાં કહ્યું “જો તમે વિચારી રહ્યા હોવ કે દીપડો નાળિયેરના ઝાડ પર કેમ ચઢ્યો તો આખો વીડિયો જુઓ.” આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને લગભગ હજારો લાઈક્સ મળી છે. તેમજ તમામ યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકનો છે. તો એક યુઝરે રમુજી સ્વરમાં લખ્યું કે દરેક વ્યક્તિ પોતાની પત્નીથી ડરે છે.

આ વીડિયો 1.17 મિનિટનો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક દીપડો નારિયેળના ઝાડ પરથી સાવધાનીથી નીચે ઉતરી રહ્યો છે. થોડું અંતર કાપ્યા પછી તે અટકી જાય છે. તે હજી પણ નીચે જોઈ રહ્યો છે જ્યારે અચાનક બીજો દીપડો તેના પર ધસી આવે છે, જેમાંથી બચવા માટે તે ફરીથી ઝાડની ટોચ પર પહોંચે છે. જો કે અન્ય એક દીપડો પણ ઝાડ પર ચઢી ગયો હતો. બંને ઝાડ પર જ લડે છે, જે પછી થોડી સેકંડ પછી એક દીપડો નીચે આવે છે. અહીંયા વીડિયો સમાપ્ત થાય છે.

આ વીડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો છે તે હાલ સ્પષ્ટ નથી. પરંતુ ઘણા લોકોએ આવી ઘટના પહેલીવાર જોઈ હોવાનું પણ કોમેન્ટમાં કહ્યું છે. તો ઘણા લોકોને આ વીડિયો જોઈ રૂંવાડા પણ ઉભા થઇ ગયા છે. ઘણા લોકો પોતાના પ્રતિભાવો વીડિયોની કોમેન્ટમાં પણ આપી રહ્યા છે અને ઘણા લોકો તેને શેર પણ કરી રહ્યા છે.

Niraj Patel