કુતરા સાથે ટોયલેટમાં બંધ થઇ ગયો દીપડો, પછી જે થયું તે ફક્ત ભારતમાં જ થઇ શકે, જુઓ વીડિયો

 વન્ય પ્રાણીઓને મોટાભાગે શિકાર કરતા વીડિયો આપણે સોશિયલ મીડિયામાં ઘણા જોયા હશે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમને પણ ખરેખર નવાઈ લાગી જશે.

કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં એક ગામની અંદર એક કૂતરું અને દીપડો લગભગ સાત કલાક સુધી એક ટોયલેટની અંદર બંધ રહ્યા. સાત કલાક સુધી ચાલેલા આ રેસ્ક્યુ અભિયાન બાદ બંનેને શૌચાલયની બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટના એવી બની કે  સવારમાં વહેલા એક દીપડો કૂતરાની પાછળ પડી ગયો અને કૂતરાની પાછળ ભાગતા ભાગતા બંને એક ટોયલેટની અંદર ઘુસી ગયા, જ્યાં આસપાસના લોકોને અવાજ સાંભળતા તેમને અંદર જ બંધ કરીને પોલીસ અને વન વિભાગને જાણ કરી દેવામાં આવી.

વન વિભાગના અધિકારીઓ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા પછી તેમને કુતરા અને દીપકડાનું રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું. લગભગ સાત કલાકની મથામણ બાદ બંનેને બચાવી લેવામાં આવ્યા.

દીપડાને બહાર કાઢવા માટે શૌચાલયની બહાર પીંજરું રાખવામાં આવ્યું અને ચારેય તરફ જાળ ફેલાવી દેવામાં આવી. પશુ ચિકિત્સકોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા.

ખાસ વાત તો એ હતી કે 7 કલાક સુધી ટોયલેટમાં બંધન રહેવા છતાં પણ દીપડાએ કૂતરાને કઈ ના કર્યું. કૂતરું પણ હેમખેમ શૌચાલયની બાહર રેસ્ક્યુ  કરી લેવામાં આવ્યું હતું.

Niraj Patel