મંગળસૂત્રની ગંદી જાહેરાત પર સબ્યસાચીની મુશ્કેલી વધી, એવું એક્શન લેવાયું કે આખું બૉલીવુડ હચમચી ઉઠ્યું

ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીના નવા મંગલસૂત્રની એડ સાથે જોડાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સોશિયલ મીડિયા પર આલોચના બાદ હવે આ એડ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. બોમ્બે હાઈકોર્ટના વકીલે આ એડને લઈને ડિઝાઈનરને કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં એડવોકેટ આશુતોષ દુબેએ મંગલસૂત્રની જાહેરાતમાં અડધા કપડા પહેરેલી મોડલ બતાવવા સામે વાંધો ઉઠાવ્યો છે. આ જાહેરાત જોયા બાદ ઘણા નારાજ યુઝર્સનો દાવો છે કે આ જાહેરાત હિંદુ સંસ્કૃતિ પર હુમલો છે અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

એક યુઝરે લખ્યું- તમે ખરેખર કોની જાહેરાત બતાવી રહ્યા છો. હવે આ જ્વેલરી કોઈ પહેરશે નહીં, કારણ કે તમે દુનિયાને બતાવી દીધું છે કે જો હું આ જ્વેલરી પહેરું તો હું કોઈ ગંદી સ્ત્રી છું. કૃપા કરીને તમારી જાહેરાતનું ધ્યાન રાખો. મંગલસૂત્રની જાહેરાત કરતી અન્ડરગાર્મેન્ટ્સમાં મહિલા મોડલને જોઈને લોકો ગુસ્સે થયા હતા. એકે ગુસ્સો વ્યક્ત કર્યો અને લખ્યું, આનો બહિષ્કાર કરો, હવે આ ગંદી જ્વેલરીનું હબ બની ગયું છે. સબ્યસાચી એવા ડિઝાઇનર્સમાંથી એક છે જે સતત પ્રયોગો કરે છે, પરંતુ આ વખતે તે પોતાના નવા કલેક્શનને કારણે લોકોના નિશાના પર આવી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

નોટિસમાં એડવોકેટ કહે છે કે તમારી પ્રમોશનલ સોશિયલ મીડિયા પોસ્ટમાં મોડલ્સ આપત્તિજનક સ્થિતિમાં છે. જેમાં મહિલા મોડલ બ્લેક બ્રામાં અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળે છે. સ્ત્રીનું માથું શર્ટ પહેરેલા વગરના પુરૂષ પર છે જે સમગ્ર હિન્દુ સમુદાય માટે અપમાનજનક છે. ભાજપના કાનૂની સલાહકારે નોટિસમાં વધુમાં જણાવ્યું હતું કે મંગળસૂત્ર એ પ્રતીક છે કે વર અને કન્યા મોત સુધી જીવનભર સાથી બની રહેશે અને તમે “મંગલસૂત્ર”ને ગંદી રીતે પ્રદર્શિત કરી રહ્યાં છો, આ અપમાનજનક છે. તેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

સબ્યસાચીએ ઈન્ટીમેટ ફાઈન જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું છે. તેણે રોયલ બંગાલ મંગલસૂત્ર અને બંગાલ ટાઈગર આઈકોન નેકલેસ કલેક્શનની તસવીરો શેર કરી છે. તેમની સાથે ઇયરિંગ્સ અને રિંગ્સ પણ છે. ડાયમંડ, ગોલ્ડ અને સેમી પ્રીશિયસ સ્ટોન્સની આ જ્વેલરી ઘણી મોંઘી છે. રિપોર્ટ્સ અનુસાર, જ્વેલરીની કિંમત 1,65,000 રૂપિયાથી શરૂ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sabyasachi (@sabyasachiofficial)

Shah Jina