લાગે છે 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીતી રહ્યું છે. એક બાદ એક દિગ્ગજ સિતારાઓ આ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. ત્યારે વધુ એક એક્ટ્રેસએ આજે આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
View this post on Instagram
ટીવીની જાણીતી એક્ટ્રેસ લીના આચાર્યાનું આજે નિધન થયું છે. ઝી ટીવીનાં શો આપ કે આ જાને સે અને એન્ડ ટીવી પરનાં શો મેરી હાનીકારક બીવી જેવાં શોમાં લીના કામ કરી ચુકી છે.
View this post on Instagram
લીનાનું આજે સવારે દીલ્લીમાં નિધન થયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, લીના છેલ્લા લાંબા સમયથી કીડનીની બીમારી સામે ઝઝૂમી રહી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી તે દિલ્લીની હોસ્પીટલમાં સારવાર લઇ રહી હતી.
View this post on Instagram
લિનાનાં વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સીરિયલ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મ હિચકી અને વેબ સિરીઝ ગંદી બાતમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
નોંધનીય છે કે, વર્ષ 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું છે. ઇન્ડસ્ટ્રીનાં ઘણાં દિગ્ગજ સિતારાઓનું નિધન થયું છે. જેમાં ઇરફાન ખાન, રિશી કપૂર, સુશાંત સિંહ રાજપૂત, એસ પી બાલાસુબ્રમણયમ અને નિશિકાંત કામત શામેલ છે.