ખબર

ગુજરાત: RTO ને લઈને આવ્યા મોટા સમાચાર, હવે લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે RTO માં નહિ જવાનું પણ…

રાજ્ય સરકારે આરટીઓનો ભારો ઓછો કરવા એક મહત્વનો નિર્ણય લીધો છે. RTO માં હવે લર્નિંગ લાઇસન્સ કાઢવાની કામગીરી બંધ કરવામાં આવશે.

રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે લર્નિંગ લાઇસન્સ ની બધી જ કામગીરી હવે ITI પર થશે. જણાવી દઈએ કે હજુ એક અઠવાડિયા સુધી આરટીઓ ખાતે લર્નિંગ લાઇસન્સની કામગીરી ચાલતી રહેશે. આઈટીઆઈને પ્રતિ લર્નિંગ લાઈસન્સે 100 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ વળતરમાંથી આઈટીઆઈ તેના ઇન્સ્ટ્રક્ટરોનો પગાર ચુકવશે.
તો હવે જેમને પણ લર્નિંગ લાઇસન્સ કઢાવવું હશે તેને અઠવાડિયા બાદ આરટીઓની બદલે આઇટીઆઇમાં જવું પડશે અને સાથે નવા ફી નિયમો મુજબ ફી પણ ચૂકવવી પડશે.

સાથે જ રાજ્યસરકારે નક્કી કર્યું છે કે કોઈ પણ વ્યક્તિને લર્નિંગ લાઇસન્સ કઢાવવું હોય તો તેની સાથે પાક્કા લાઇસન્સની ફી 1050 રૂપિયા સાથે જ ભરવી પડશે.

પહેલા લર્નિંગ લાઇસન્સ કઢાવવાની ફી માત્ર 150 રૂપિયા હતી. પરંતુ નવા ટ્રાફિક નિયમ સાથે નવા ફી નિયમો પણ રાજ્ય સરકારે બહાર પાડ્યા છે. જે કોઈ પણ લોકોને લર્નિંગ લાઇસન્સ જોઈતું હોય તેમને એન્ડોર્સમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરી લર્નિંગ લાઇસન્સ સાથે પાક લાયસન્સની ફી સાથે જ ભરવી પડશે.

જો કોઈ વ્યક્તિ પાસે ફક્ત ટુ વ્હીલરનું લાયસન્સ હશે અને તેમને રીક્ષા અથવા તો ફોર વ્હીલરનું લાયસન્સ કઢાવવું હશે તો તે અંગેની થિયરિકલ અને પ્રેક્ટિલ બંને ટેસ્ટ આપવી ફરજીયાત છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.