ખબર

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું દુ:ખદ અવસાન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ – ૐ શાંતિ

નરેન્દ્ર મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ પ્રધાન રહી ચૂકેલા સુષમા સ્વરાજની હાલત નાજુક રહી હતી. હાલમાં સુષ્મા એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ નાજુક તબિયતને પગલે સુષ્મા સ્વરાજનું નિધન થઈ ચૂક્યું છે. હમણાં જાણવા મળ્યું કે હાર્ટએટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સુષ્મા સ્વરાજનું દુખદ અવસાન થયું છે. તેમને હ્રદયરોગનો હુમલો આવતા એઇમ્સમાં દાખલ કરાયા હતાં.

નોંધનીય છે કે, તેમની તબિયત અંગેના સમાચાર મળતા જ પ્રધાન હર્ષ વર્ધન અને નીતિન ગડકરી અરજન્ટ એઈમ્સ પહોંચ્યા હતા.

  • સુષ્મા સ્વરાજના હાલ લગભગ 13,000 ફોલોઅર્સ છે.
  • સુષ્મા સ્વરાજ ટ્વિટર પર ઘણાં સક્રિય છે.
  • તેઓ અત્યાર સુધીમાં 6300થી વધુ ટ્વીટ્સ કરી ચૂક્યાં છે.
  • સુષ્મા સ્વરાજ સામાન્ય રીતે વિદેશી બાબતો સાથે જોડાયેલી ટ્વીટ્સ કરતાં હોય છે.
  • વિદેશમાં ફસાયેલા ભારતીયો મદદ માટે સુષ્મા સ્વરાજને ટ્વીટ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં સુષ્મા સ્વરાજ તેમની સમસ્યાનું નિરાકરણ કરી દેતાં હોય છે.

વકીલથી લઈને વિદેશ મંત્રી સુધીની સફર:

સુષ્મા સ્વરાજ વ્યવસાયે વકીલ હતા. તેઓએ વર્ષ 1970નાં દાયકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં વિદ્યાર્થી નેતા તરીકે તેમના કરીયરની શરુઆત કરી હતી. 1977માં 25 વર્ષની ઉંમરે હરિયાણામાં વિધાનસભાનાં સભ્ય અને હરિયાણામાં કેબિનેટ મિન્સ્ટર બન્યા તથા 7 વિભાગોનું કાર્ય સંભાળ્યું હતું. 27 વર્ષની ઉંમરમાં જનતા પાર્ટી(હરિયાણા રાજ્ય)ના અધ્યક્ષ બન્યા હતા. હરિયાણાનાં શ્રમ અને રોજગાર વિભાગમાં 1977-79ની વચ્ચે મંત્રી હતા. સાથે જ 1987-90ની વચ્ચે હરિયામા શિક્ષણ વિભાગ અને ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત રહ્યા હતા.