ભાર્ગવને મિત્રની ઘરે અવરજવર હતી તો ભાભી ગમવા લાગ્યા, એવો ખૂની ખેલ રંગાયો કે કહેશો અને પર ફિલ્મ બનવી જોઈએ

દોસ્તને દોસ્તની પત્ની ગમવા લાગી, ભાભી પર નજર બગાડી… ગોળી મારી ગળું અને માથું અલગ કરી નાખ્યા, રુંવાડા ઉભા કરી દયે તેવી ઘટના

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર અંગત અદાવતમાં તો ઘણીવાર અવૈદ્ય સંબંધમાં તો ઘણીવાર એકતરફી પ્રેમમાં પણ કોઇની હત્યા કરી દેવામાં આવતી હોય છે. હાલમાં આગ્રામાં બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના જિલ્લા અધ્યક્ષે પોતાના મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પહેલા વેપારી મિત્રને પીઠના ભાગે ગોળી મારી હતી. પછી ધારદાર હથિયાર વડે માથું કાપી નાખ્યું. આ હત્યામાં તેના ભત્રીજાએ પણ નેતાને સાથ આપ્યો હતો. અરસેના ગામની બહારના જંગલમાં બંને મળીને પુરાવાનો નાશ કરવાના હતા કે પોલીસ પહોંચી ગઈ હતી.

બંને ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે ઘેરો ઘાલ્યો અને તેમને પકડી લીધા. ટોર્ચલાઇટ હેઠળ કાર પાસે ચાંદીના વેપારીની અર્ધ લાશ મળી આવી હતી. માથું કાપી નાખવામાં આવ્યું હતું. કારની તલાશી લેવાતાં પાછળની સીટ પર માથું મળી આવ્યું હતું. ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે નવીનના જોડિયા ભાઈ પ્રવીણે સ્થળ પર તેની લાશ જોઈ ત્યારે તે બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવ્યા પછી, તેણે એક જ શબ્દો સાંભળ્યા, “તેણે મારા ભાઈ સાથે શું કર્યું છે?” સ્થળ પર શબ સાથે પકડાયેલા બે માણસો બેલનગંજના ટિંકુ ભાર્ગવ અને તેનો ભત્રીજો અનિલ પ્રકાશ છે.

પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકની ઓળખ ચાંદીના વેપારી નવીન તરીકે થઈ. તે લોહામંડીમાં રહેતો હતો. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી ટીંકુ ભાર્ગવ અને અનિલની ધરપકડ કરી છે. ટીંકુ ભાર્ગવ ભારતીય જનતા પાર્ટી અલ્પસંખ્યક મોરચાના જિલ્લા અધ્યક્ષ તરીકે જણાવવામાં આવી રહ્યા છે. સિકંદરા પોલીસે મૃતક નવીન વર્માના ભાઈ પ્રવીણ શર્માની ફરિયાદ પર ટિંકુ ભાર્ગવ અને અનિલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મૃતકના ભાઈ અનુસાર, 4 ઓગસ્ટના રોજ બપોરે 3:30 વાગ્યે નવીન ઘરેથી એક્ટિવા લઈને નીકળ્યો હતો જ્યારે તેનો મિત્ર ટિંકુ ભાર્ગવ કામ પર આવ્યો હતો, રાત્રે 8:00 વાગ્યે પુત્રીએ નવીનને ફોન કર્યો.

પુત્રીએ જણાવ્યું કે તે ટિંકુ ભાર્ગવ અને તેના મિત્ર અનિલ સાથે છે.એક કલાક પછી પરિવારના સભ્યોએ ફરીથી ફોન કર્યો, ત્યારબાદ ટિંકુ અને નવીનનો ફોન બંધ આવવા લાગ્યો. રાત્રે પોલીસ પ્રવીણના ઘરે પહોંચી અને માહિતી આપી કે સિકંદરામાં તેના ભાઈ સાથે કોઈ ઘટના બની છે. માહિતી મળતા જ પ્રવીણ તેના મિત્રો સાથે સિકંદરા આર્સેનાના જંગલમાં પહોંચી ગયો હતો. સ્થળ પર એક સફેદ કલરની કાર રોડની સાઈડમાં ઉભી હતી.કારની અંદર મૃતક નવીનનું માથું પડેલું હતું, જ્યારે ધડ વાહનની નીચે પડેલું હતું. એએસપીના જણાવ્યા અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી ટીંકુ ભાર્ગવે જણાવ્યું કે તે ઘણા વર્ષોથી નવીનના ઘરે જતો હતો.

આ દરમિયાન તેને તેની પત્ની સાથે એકતરફી પ્રેમ થઇ ગયો. તેથી નવીનને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. આ ઘટનાનું એક અઠવાડિયાથી પ્લાનિંગ તે કરી રહ્યો હતો.નવીનની હત્યા કર્યા બાદ તેણે તેના કપડા ઉતારી દીધા હતા જેથી મૃતકની ઓળખ ન થઈ શકે. તેણે છરી વડે તેનું ગળું કાપીને તેનું માથું શરીરથી અલગ કરી દીધું હતું. પોલીથીનમાં માથું બાંધીને યમુનામાં માથું ફેકવાની તૈયારી હતી. જેના કારણે ધડ મળી આવે ત્યારે તેને સરળતાથી ઓળખી શકાય નહિ. જોકે, પોલીસ આવી પહોંચી હતી. પોલીસની તકેદારીથી બંને ઝડપાઈ ગયા હતા. જણાવી દઇએ કે, પોલીસની પૂછપરછમાં ટિંકુએ પોતાને ભાજપનો અનુસૂચિત મંડળનો જિલ્લાધ્યક્ષ હોવાનું કહ્યું હતું. જો કે, આ અંગેની કોઈ પુષ્ટિ થઈ નથી. નવીન પણ ભાજપનો કાર્યકર્તા હતો.

Shah Jina