આવો વરરાજા પહેલા ક્યારેય નહિ જોયો હોય, ચાલુ લગ્નમાં જ કરવા લાગ્યો એવી હરકત કે જોઈને લોકોએ કહ્યું, “બિચારો થાક્યો છે !” જુઓ વીડિયો

હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્ન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે, ઘણા લગ્નની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે લગ્નમાં કેટલો બધો ઉત્સાહ હોય છે પરંતુ સાથે સાથે લગ્નના થોડા દિવસ પહેલાથી જ દોડધામ શરૂ થઇ જાય છે.

આ દોડધામના કારણે વર અને કન્યા પણ થાકી જતા હોય છે તેમની ઊંઘ પણ સરખી રીતે પુરી નથી થતી હોતી, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વરરાજાની એવી હરકત કેમેરામાં કેદ થઇ ગઈ કે હવે લોકો આ વીડિયોને જોઈને ખુબ જ હસી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક લગ્નની અંદર વર કન્યા બેઠા છે અને વિધિ ચાલી રહી છે, પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા છે, અને અગ્નિકુંડમાં હોમ ચાલી રહ્યા છે, ત્યારે જ વરરાજા મોટું બગાસું ખાય છે, વરરાજાને જોઈને લાગે છે કે તેને બરાબરની ઊંઘ આવી રહી છે. આ ઘટનાને કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીઘી જેના બાદ આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વરરાજાને બગાસું આવતાં જ લોકોએ ઇન્ટરનેટ પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. લોકોએ કહ્યું કે વરરાજાની પ્રતિક્રિયાથી લાગે છે કે તે લગ્ન કરવાના મૂડમાં નથી પરંતુ તેમ છતાં તેને મંડપમાં બેસાડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કપલ_ઓફિશિયલ_પેજ એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર આ વિડિયો અપલોડ કરવામાં આવતાની સાથે જ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

Niraj Patel