ખબર મનોરંજન

હવે અક્ષય કુમારની ફિલ્મ “લક્ષ્મી બૉમ્બ” ઉપર છેડાયો વિવાદ, ફિલ્મને બૅન કરવાની ઉઠી રહી છે માંગ, જાણો સમગ્ર મામલો

અક્ષયની ફિલ્મ હિન્દૂ સેનાનો લવ જેહાદ પ્રમોટ કરી રહી છે? જાણો સમગ્ર વિગત

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ “લક્ષ્મી બૉમ્બ”નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે અને હવે આ ફિલ્મ ઉપર જ મોટો હોબાળો પણ મચવા લાગી ગયો છે. આખા દેશની અંદર ઘણા સંગઠનો આ ફિલ્મને બૅન કરવાની માંગ કરી રહ્યા છે. કોઈને ફિલ્મના ટાઇટલથી તકલીફ છે તો કોઈને ફિલ્મનું કન્ટેન્ટ પણ ધાર્મિક ભાવનાઓને આહટ કરવા વાળું લાગી રહ્યું છે. હવે રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ પણ ફિલ્મના વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે.

Image Source

રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ દ્વારા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખી અને લક્ષ્મી બૉમ્બને બેન કરવામાંની માંગ કરવામાં આવી છે. આ પત્રની અંદર ચેતવણી આપવામાં આવી છે કે જો ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે તો તેમના કાર્યકર્તાઓ દરેક સિનેમા ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરશે.

Image Source

હિન્દૂ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ પણ ટ્વીટ કરીને આ વિશેની જાણકારી આપી છે. ટ્વીટમાં તેમને લખ્યું છે કે: “હિન્દૂ સેનાએ પ્રકાશ જાવડેકરને પત્ર લખ્યો છે. અમે માંગણી કરી છે કે લક્ષ્મી બૉમ્બના મેકર્સ, કાસ્ટ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. કારણ કે ફિલ્મ દ્વારા હિન્દૂ દેવી લક્ષ્મીનું અપમાન કરવામાં આવ્યું છે.”

આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે: “મેકર્સે હિન્દૂ સમુદાયને ઉક્સાવવા માટે ફિલ્મનું નામ લક્ષ્મી બૉમ્બ રાખ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે લક્ષ્મીની આગળ બૉમ્બ શબ્દનો પ્રયોગ કરવો સ્વીકાર્ય નથી. જે લક્ષ્મીની પૂજા થાય છે, જેમનું સન્માન કરવામાં આવે છે, તેમની આગળ બૉમ્બ લગાવવું નિંદનીય છે. તો આખા હિન્દૂ સમુદાયને અપીલ પણ કરવામાં આવી છે કે આ ફિલ્મને બૉયકૉટ કરે.