લક્ષ્મી વેલ એટલે કે મની પ્લાન્ટ આપણે ઘરમાં લગાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે લક્ષ્મી વેલ લગાવવાથી ઘરમાં ધન લાભ થાય છે. ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે.

પરંતુ જો ઘરની અંદર લાગાવેલી લક્ષ્મી વેલ ખોટી જગ્યાએ રાખવામાં આવે તો ધનલાભ થવાને બદલે નુકશાન થઇ શકે છે. શાસ્ત્રો અનુસાર લક્ષ્મી વેલને લગાવવા અને તેની જાળવણી માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. તો ચાલો આજે તમને જણાવીએ લક્ષ્મી વેલ લગાવવાની સાચી રીત કઈ છે.

યોગ્ય દિશામાં લગાવો લક્ષ્મી વેલ:
લક્ષ્મી વેલને ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ના લગાવવી જોઈએ કારણ કે ઉત્તર-પૂર્વ દિશામાંથી હંમેશા નકારાત્મકતા વ્યાપેલી હોય છે જેના કારણે ઘરની અંદર પણ નકારાત્મકતા પ્રવેશે છે. લક્ષ્મી વેલ ધનની સાથે સાથે સંબંધોમાં મધુરતા પણ લાવે છે. માટે લક્ષ્મી વેલને પૂર્વ પશ્ચિમ દિશામાં પણ ના લગાવવી જોઈએ તેના કારણે પતિ પત્નીના સંબંધોમાં કડવાશ પણ આવી શકે છે.

લક્ષ્મી વેલ લગાવવા માટેની સાચી દિશા પૂર્વ-દક્ષિણ છે. આ દિશામાં વેલ લગાવવાના કારણે ઘરની અંદર સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.

ઘરમાં ક્યાં લગાવવી લક્ષ્મી વેલ?:
લક્ષ્મી વેલનો છોડ ક્યારેય ઘરની બહાર ના લગાવવો જોઈએ. તેને કોઈ કાચની બોટલ અથવા તો કોઈ કુંડામાં રાખીને ઘરની અંદર જ રાખવો જોઈએ. આમ કરવાથી તમને ધનલાભ થશે. તેમજ વેલની આસપાસ સ્વચ્છતા રાખવી પણ ખુબ જ જરૂરી છે.

જમીન ઉપર લક્ષ્મી વેલ ના ફેલાય તેની કાળજી રાખવી:
જો લક્ષ્મી વેલના વેલાઓ જમીન પર ફેલાયેલા હશે તો ઘરમાં આર્થિક નુકશાન થઇ શકે છે. લક્ષ્મી વેલને કોઈ આધાર સાથે ઘરની દીવાલ ઉપર ફેલાવા દેવામાં આવે તો સારો ધનલાભ થઇ શકે છે.

લક્ષ્મી વેલના પાંદડા સુકાઈ નહિ તેની કાળજી રાખવી:
લક્ષ્મી વેલના વેલા તેમજ તેના પાંદડાને હંમેશા હર્યાભર્યા રાખવા જોઈએ તેને ક્યારે સુકાવા દેવા ના જોઈએ તો જ તમારા ઘરમાં લક્ષ્મી ટકી રહેશે. તેને હંમેશા પાણી આપતા રહો અને જો કોઈ પાંદડું સુકાયેલું, પીળું કે સફેદ થઇ ગયેલું જોવા મળે તો તેને દૂર કરવું જોઈએ. લક્ષ્મી વેલના સૂકા પાંદડા ઘરમાં નુકાશાન લાવી શકે છે.

લક્ષ્મી વેલને લઈને જો તમે આ કાળજી રાખશો તો તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.