ખબર મનોરંજન

આખરે અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મનું નામ બદલાયું, હજુ લોકોનો ગુસ્સો યથાવત્!

અક્ષય કુમારની નવી ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ રિલીઝ થવા જઈ રહી છે. કોરોનાકાળને લીધે થિયેટરોમાં તો વકરો વધારે થવાનો નથી એટલે આ ફિલ્મ હોટસ્ટાર પર મૂકાવાની છે. ‘ઓવર ધ ટોપ’ પ્લેટફોર્મ પર ફિલ્મ કમાણી કેટલી કરશે એ તો સમય દેખાડશે પણ હાલ તો આ ફિલ્મને માથે લોકોની આંખ લાલ થઈ છે એટલું તો સાફ છે.

Image Source

ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ:
સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની આ ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ લોકો પૂરજોશમાં ચલાવી રહ્યા છે. લોકોનાં કહેવા પ્રમાણે, આ ફિલ્મનું ટાઇટલ જ હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવે છે. લક્ષ્મીજી સનાતન સંસ્કૃતિમાં માતા તરીકે પૂજાય છે. એમનાં નામની સાથે ‘બોમ્બ’ જેવો શબ્દ લગાડવામાં આવતા લોકો છંછેડાયા છે.

Image Source

કરણી સેનાએ ઠપકારી લીગલ નોટિસ:

ફિલ્મનું ટાઇટલ બદલાવવા માટે ‘રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ દ્વારા ફિલ્મના મેકર્સને લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. મુકેશ ખન્ના જેવા એક્ટર પણ આ ફિલ્મ ઉપર ભડક્યા છે અને કહ્યું પણ છે કે, કોઈ બીજાં ધર્મના દેવતાઓ ઉપર આવું કર્યું હોત તો અત્યાર સુધીમાં ન જાણે શું થયું હોત? ઉલ્લેખનીય છે કે, હવે આ ફિલ્મ ઉપર લવ-જેહાદને પ્રમોટ કરવાનો પણ આક્ષેપ પણ લાગી રહ્યો છે.

Image Source

આખરે બદલવું પડ્યું નામ:

કરણી સેનાની નોટિસ બાદ આખરે ફિલ્મનું નામ ‘લક્ષ્મી બોમ્બ’માંથી માત્ર ‘લક્ષ્મી’ કરી દેવામાં આવ્યું છે. લોકોની ભાવનાઓ પ્રથમ ભડકાવીને હવે શાંત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે, ટ્વિટર પર તો લોકો લખી રહ્યા છે કે અમે આ ફિલ્મ જોવાના જ નથી! ભલે હવે નામ બદલાવે કે ગમે તે કરે!

Image Source

ફિલ્મની પોતાની કોઈ સ્વતંત્ર વાર્તા તો છે નહી. અગાઉ બનેલી એક તમિલ ફિલ્મની રિમેક બનાવવામાં આવી છે. એ મૂળ ફિલ્મનું નામ ‘કંચના’ હતું. કંચના તો અર્થ ‘સોનું’ થાય છે. આથી એના પરથી બનેલી ફિલ્મને સીધી માતા લક્ષ્મીનાં નામથી ઓળખાવી દીધી! ફિલ્મનું દિગ્દર્શન રાઘવ લોરેન્સે કર્યું છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં કિન્નરનો રોલ ભજવે છે. ટ્રેલર પરથી તો ભૂતની કે એવી કોઈ વાર્તા હોય તેવું જણાય છે.

કમેન્ટમાં જણાવશો કે, તમે આ ફિલ્મ જોવાના કે નહી?