લગ્ન કરવા માટે જાન લઈને આવેલા વરરાજાનું સાસરીવાળાએ કર્યું મોઢું કાળું, માથા પર નાખ્યું બરાબરનું તેલ.. વરરાજા બિચારો ચુપચાપ… જુઓ વીડિયો

લગ્નમાં આવો રિવાજ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, જેમાં સાસરિયા વરરાજાનું મોઢું કાળું કરતા હોય.. જુઓ વાયરલ થઇ રહેલો વીડિયો

ગુજરાત સમેત હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણી બધી એવી એવી ખબરો પણ સામે આવતી રહે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ત્યારે ઘણીવાર આવા લગ્નના વીડિયો પણ વાયરલ થતા હોય છે. જેમાં ઘણીવાર મસ્તી મજાક જોવા મળે છે તો ઘણીવાર અજીબો ગરીબ રિવાજ.

આપણા દેશમાં ઘણી બધી જ્ઞાતિના લોકો રહે છે અને દરેક રાજ્ય તેમજ દરેક જ્ઞાતિમાં લગ્ન માટે અલગ અલગ રિવાજ પણ હોય છે. ત્યારે હાલ એવા જ એક રિવાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન કરવા માટે જાન લઈને આવેલા વરરાજાનું સાસરીવાળા મોઢું કાળું કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓએ કાજલ વડે વરરાજાના ચહેરા પર કાળો રંગ લગાવ્યો હતો. આ પણ એક રિવાજ છે જેમાં લગ્ન પછી અને વિદાય પહેલા વરરાજાના સાસરિયામાં ચહેરો બતાવવાની એક વિધિ હોય છે, જેમાં વરરાજા તેના ભાઈઓ અને જીજાજી સાથે બેસે છે. આ દરમિયાન કન્યાના ઘરની સ્ત્રીઓ વરરાજા અને તેના સંબંધીઓને ભેટ અને શુકન આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Satyam Tripathi (@satyamtripathi7072)

આ સાથે મજાક તરીકે સ્ત્રીઓ તેમની સાથે કાજલ-બિંદી, પાવડર, લિપસ્ટિક લાવે છે અને તેને વરરાજાના ચહેરા પર લગાવે છે. આવું જ કંઈક તમે આ વીડિયોમાં જોઈ શકો છો. સાસરિયાઓ વરરાજાની મજાક ઉડાવે છે, પણ તે હસતો જ રહે છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોને જોઈને દરેક લોકો દંગ રહી ગયા. એટલું જ નહીં, ઘરની બહાર કરવામાં આવતી આ વિધિને જોવા માટે મહેમાનોની ભારે ભીડ જોવા મળે છે.

Niraj Patel