ખબર

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પહેલા લવલેશ તિવારી બતાવતા હતા પરચો, લાગતી હતી ભારે ભીડ પણ દુષ્કર્મના આરોપે ઉજાડી દીધો દરબાર

બાગેશ્વર ધામની જેમ અહીં પણ બનતો હતો પરચો, લાગતી હતી ભારે ભીડ, જાણ કેમ બંધ થઇ ગયો દરબાર, સંતાનની ચાહમાં પહોચેલી મહિલા સાથે..

બાગેશ્વર ધામ સરકાર એટલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમના ચમત્કારના ઘણા વીડિયો છે. મોટી સંખ્યામાં લોકો બાગેશ્વર ધામ પહોંચે છે અને પોતાના પરચાની રાહ જુએ છે. ઘણા લોકો આ ધામમાં મહિનાઓ સુધી ડેરો નાખી પોતાના વારાની રાહ જુએ છે. ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો પણ હોસ્પિલ છોડી આ ધામમાં તંબુ નીચે પડ્યા રહે છે.

વર્ષ પહેલા આ જ આલમ છતરપુરના ડ બ્રહ્મેશ્વર ધામમાં થતો હતો અહીંના પીઠાધીશ્વર લવલેશ તિવારી પણ પરચા પર લોકોના મનની વાત લખતા હતા. વર્ષ 2022માં લવલેશ તિવારી વિરૂદ્ધ રેપનો કેસ દાખલ થયો હતો, જે બાદ તેમીન ધરપકડ કરવામાં આવી હતી અને પછી દરબાર પણ બંધ થઇ ગયો. ભીડ ઘણી ઓછી થઇ ગઇ અને આ ભીડ બાગેશ્વર ધામ તરફ શિફ્ટ થઇ ગઇ. લવલેશ તિવારી 6 મહિના બાદ જેલથી છૂટ્યા હતા.

જે રીતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાલાજી હનુમાનને પૂજે છે, એ રીતે લવલેશ તિવારી પણ બાલાજીના જ ઉપાસક છે. તે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની જેમ જ પરચા બનાવતા હતા. ત્યાં પણ કપડામાં નારિયળ બાંધી અરજી લગાવવામાં આવતી હતી. લવલેશ તિવારી હવે જેલથી છૂટ્યા તો તે બ્રહ્મેશ્વરથી 60 કિમી દૂર એક નાના રૂમમાં દરબાર લગાવવા લાગ્યા. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે તેમના વિરૂદ્ધ સાજિશ કરવામાં આવી હતી,

જો કે તેમણે કોઇનું નામ લીધુ નહોતુ. લવલેશ તિવારીની ઉંમર 21 વર્ષની આસપાસ જ છે. ત્યાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 26 વર્ષના છે. લવલેશ પંડોખર સરકારના ચેલા છે. પંડોખર સરકાર પણ આ રીતે દિવ્ય દરબાર લગાવતા હતા અને પરચા બનાવતા હતા. જો કે, શાસ્ત્રી અને પંડોખર સરકારમાં બનતી નથી. એવા ઘણા વીડિયો છે જેમાં પંડોખર સરકાર બાગેશ્વર ધામની શક્તિઓને નકારે છે. જો કે, લવલેશ તિવારી અનુસાર આવી કોઇ વાત નથી.

તે બાગેશ્વર ધામને પણ માને છે. જણાવી દઇએ કે, એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેને બાળક ન થવાની સમસ્યા હતી અને લવલેશ તિવારીએ તેને એક રૂમમાં બોલાવી પછી કપડા ઉતારવા કહ્યુ. ત્યાં મહિલાના પતિનું કહેવુ છે કે તેને પૂજાનો સામાન લેવા માટે મોકલવામાં આવ્યો હતો. જો કે, લવલેશ તિવારીએ આ બધા આરોપોને ખારિજ કર્યા અને આને સાજિશનું નામ આપ્યુ.